________________
ભૂમિકા : ૪૩ છે અને રાજકીતિ શ્રી અને યશોદેવીને સ્થાને સરસ્વતી અને જમતી નામ આપે છે. ગુજરાતીમાં રાજકીતિ અને વિનયસમુદ્ર કઈ નામો જ આપતા નથી, સમયપ્રમોદ યશોદેવીને સ્થાને સુજસા આપે છે, પૂજઋષિ કમલવતીને સ્થાને પદ્માવતી આપે છે, રાજસિંહ શ્રીને સ્થાને અપરા આપે છે, તે જિનહષ કમલશ્રી, કમલા અને શ્રીને સ્થાને કુશલશ્રી, પદ્માવતી અને ગુણવતી નામ આપે છે. એ નોંધપાત્ર છે કે કેટલાક ગુજરાતી કવિઓએ કમલવતીનું કમલાવતી કર્યું છે ને લક્ષ્મીનું લક્ષ્મીકા કર્યું છે. આઠમી પુત્રીનું નામ પિતાએ આપ્યું નથી, પણ લેકે એને નિર્ભાગી તરીકે ઓળખે છે એમ કેટલાક કવિઓએ ઉલ્લેખ કર્યો છે. કોઈએ એનો અનામિકા તરીકે પણ ઉલ્લેખ કર્યો છે.
પરદેશી યુવાનનું નામ નંદન આખી પરંપરામાં સમાન મળે છે. એ જ્યાંથી. આવ્યો છે તે સામાન્ય રીત ચૌડ દેશ તરીકે ઓળખાવાયેલ છે, માત્ર બે ગુજરાતી કૃતિઓમાં એનું નામ ગૌડ દેશ છે (એકમાં પાઠાંતરમાં). સમયપ્રમોદ એ દેશના અયોધ્યાનગરને પણ ઉલ્લેખ કરે છે. નંદનનું મૂળ વતન સર્વત્ર કોસલાનગરી છે. એ કેસલદેશની નગરી હોવાનું પણ સંઘતિલક, વિનયસમુદ્ર અને પૂજાઋષિ કહે છે. નંદનના પિતાનું નામ બહુધા નંદ અને કવચિત નંદી છે; વિનયસમુદ્ર નંદણ આપે છે, જે નંદનને મળતું જ છે! એકમાત્ર વિનયચંદ્ર ગણેન્દ્રભૂતિ એવું જુદું જ નામ આપ્યું છે. માતાનું નામ સર્વત્ર સોમા છે. એ જેની ચિઠ્ઠી લઈને આવ્યો છે તેનું નામ બહુધા વસંતદેવ અને કવચિત્ વસંતસેન કે વસંતદત્ત છે. વિનયસમુદ્ર કશું નામ આપ્યું નથી. જેને સંદેશો આપવાનો છે તે બધે શ્રીદર છે, માત્ર રાજકીર્તિ(સં.)માં કાઈ નામ નથી. સંધતિલક શ્રી દત્ત વસંતદેવને પિતરાઈ હોવાનું કહે છે, જ્યારે વિનયસમુદ્ર એ સંદેશો મોકલનારને પિતા હોવાનું કહે છે. કુલધરકન્યા જ્યાં આશ્રય લે છે એ નગર ઉજજયિની (અવંતી) અને શેઠ માણિભદ્ર જ સધળે છે, માત્ર શુભવર્ધનરાજકીર્તિ(સં.) નગરનું નામ ઉલ્લેખતા નથી. એ નોંધપાત્ર છે કે રાજકીર્તિ (ગુ)માં પૂર્વભવવૃત્તાંત કેવળ સાર રૂપે જ હાઈ એમાં કુલધરની સાત પુત્રીઓનાં તેમ નંદન ને એનાં સંબંધનાં કેઈ નામ નથી.
એ નોંધપાત્ર છે કે ગુજરાતી કવિઓએ આરામભાકથાની સ્વતંત્ર રચના કરી લેવા છતાં એમાંને બેએ વધમાનદેશનાનો સંદર્ભ ઉપયોગમાં લીધું છે. તમાંથી રાજસિંહ માત્ર કથારંભે રાજગૃહીમાં ગુણશિલાક ચૈત્યમાં પધારેલા મહાવીરસ્વામીની વાત કરે છે; સમયપ્રદ મગધદેશના રાજગૃહી નગરના ગુણશિલક ચેત્યમાં પધારેલા મહાવીર સ્વામીની દેશના સાંભળવા ગયેલા શ્રેણિક રાજાનો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org