________________
ભૂમિકા : ૪૯ પ્રકટ કર્યો નથી. ગાંધવાવિવાહનો અથ અહી મર્યાદિત થઈ ગયો છે ને ગુજરાતી કવિઓને તે લગ્નસમારંભ વિના પણ ગાવું નથી, એને બદલાતી સામાજિક સ્થિતિના સંકેત તરીકે જોઈ શકાય.
અપરમાતા આરામશોભાને મારવા માટે વિષપ્રોગ ત્રણ વાર કરે છે એવું નિરૂપણ લગભગ સમગ્ર પરંપરામાં મળે છે. એમાં બે કવિએ જદા પડે છે. વિનયચંદ્ર બે જ પ્રયત્નો બતાવે છે અને બીજી વેળા જ પિતા પુત્રીને પ્રસૂતિ માટે લઈને આવે છે. રાજકીર્તિ(ગુ.) બે પ્રયત્નો પછી સગર્ભાવસ્થાના સમાચાર મળતાં પિતા આવજાવરો કરે છે એમ વર્ણવે છે ને પછી પિતા આરામશેભાને લઈને આવે પણ છે, પણ ત્રીજા વિષપ્રગની વાત નથી કરતા. પરંપરામાં મોટે ભાગે આ ત્રણ પ્રયત્નોમાં લાડુ, ફણ અને માંડા એ ત્રણ મીઠાઈઓને ઉલ્લેખ થયો છે. સ્વાભાવિક રીતે જ વિનયચંદ્ર અને રાજકીર્તિગ.)માં ત્રીજી મીઠાઈને ઉલેખ નથી. ત્રીજી મીઠાઈમાં સમયપ્રદ પકવાન, ખંજષિ ઘેબર, રાજસિંહ મીઠાઈ અને શુભવર્ધન તથા જિનહર્ષ(સં.) કંઈક ખાવાનું એવો ઉલ્લેખ કરે છે. એકમાત્ર રાજકીતિ(સ.) એવા કવિ છે જે ત્રણે વાર લાડુનો જ ઉલ્લેખ કરે છે. લુપ્ત થતાં મીઠાઈનામોનું આમાં સૂચન હેઈ શકે. - રાજે મીઠાઈ ચઢેરપક્ષીને બતાવીને – એની પાસે પરીક્ષા કરાવીને પછી ખાય છે એવું નિરૂપણ દેવચંદ્રસૂરિ અને વિનયચંદ્ર જ કરે છે. પછીની સંસ્કૃતપ્રાકત કે ગુજરાતી પરંપરામાં એ વાત આવતી નથી. ચકોરપક્ષી વિશેનો કવિસમય-લોકસમય અપરિચિત થઈ ગયાને સંભવ એ બતાવે છે.
લગભગ આખી પરંપરામાં આ પ્રસંગોએ પુત્રીને ઘેર લઈ જવાની વાત સમાન રીતે આલેખાયેલી છે. પહેલી વાર અગ્નિશર્મા આરામશોભાને ત્યાં જાય છે ત્યારે રાજાને વિનંતી કરે છે કે માતાને મળવા આરામશોભાને મોકલો. રાજ એમ કહીને ઈનકાર કરે છે કે રાજરાણી સૂયને પણ ન દેખે. ત્રીજી વાર જાય છે ત્યારે આરામશોભાની સગર્ભાવસ્થાને પ્રસંગ હોય છે તેથી પ્રસૂતિ અથે એને પિયર મોકલવા રાજને એ વિનંતી કરે છે. રાજા ઉત્તર આપે છે કે એ ન બને. કેટલાક કવિઓમાં અહીં સ્પષ્ટ રીતે રાજરાણીની પ્રસૂતિ પિયરમાં ન થાય એ સ્પષ્ટ નિદેશ મળે છે. જ્યાં એ સ્પષ્ટ નિદેશ નથી ત્યાં પણ એમ અભિપ્રેત હોવાનું માની શકાય. પરંતુ ત્રણ કવિઓ આ વ્યાપક પરંપરાથી જુદા પડે છે. પહેલી વાર અગ્નિશમ પુત્રીને મોકલવા કહે છે ત્યારે વિનયચંદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org