________________
ભૂમિકા : ૮૧ ત્યારે તેણે કહ્યું, “હું સ્વતંત્ર નથી.” મંત્રીએ કહ્યું, “તું કેમને અધીન છે? તેણે કહ્યું, “માતાપિતાને.” મંત્રીએ કહ્યું, “તારે પિતા કેણ છે? અને કયાં રહે છે? અને એનું નામ શું છે?” તે બોલી, “આ જ ગામમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણ વસે છે. ત્યારે રાજાએ મંત્રીને કહ્યું, “તમે ત્યાં જાઓ અને મારા માટે કન્યા વરી લો.” પછી મંત્રી ગામમાં ગયે. તે બ્રાહ્મણના ઘરમાં તે દાખલ થયો. બ્રાહ્મણે મંત્રીને આવતાં જે. ઊભા થઈને તેને આસન આપ્યું અને કહ્યું, “મારે શું કરવાનું છે તેની આજ્ઞા કરે.” તેણે કહ્યું, “ભાઈ, તારે કઈ કન્યા છે?” ત્યારે બ્રાહ્મણે કહ્યું, “હા.” મંત્રીએ કહ્યું, “જે હોય તો દેવને (રાજાને) આપી દે.” તેણે કહ્યું, “લે આપી. અમારા પ્રાણ પણ દેવના છે, તો કન્યાની કયાં વાત?” મંત્રીએ કહ્યું, “તો દેવની પાસે ચાલ.” પછી અગ્નિશર્મા રાજાની પાસે ચાલ્યો. આશીર્વાદ આપીને રાજાની પાસે બે ઠા. મંત્રીએ બધી વાત કહી. પછી મેંડું થવાના ભયથી રાજાએ ગાંધર્વ વિવાહથી તે કન્યા સાથે લગ્ન કર્યા. પહેલાનું નામ બદલાવીને બીજુ રાખ્યું કે –
એના ઉપર અનેક તરુવરથી શોભતું ઉદ્યાન (આરામ) વિરાજે છે, તેથી તેનું નામ આરામશોભા. (૨૨)
પછી રાજ “હવે આ મારો સસરો એમ કહીને (લેકમાં) ઓળખાશે” એમ શરમાઈને બાર સરસ ગામે આપીને ચાલ્યા. આરામશોભાને ઉત્તમ હાથી ઉપર બેસાડી. ઉદ્યાન પણ સમાઈને તેની ઉપર રહ્યું. આમ ખુશખુશ થઈને રાજા જાય છે. જેમકે –
તેને મેળવીને રાજ પિતાનું જીવન કૃતાર્થ થયેલું માને છે. શ્રેષ્ઠ રત્ન મેળવીને કોણ સંતુષ્ટ ન થાય ? તેનું મુખ જોવામાં લીન ચિત્તવાળા તે ભાગમાં ગતિ કરે છે. સુંદર ચાલવાળી સ્ત્રીમાં દષ્ટિ ખૂંપેલી રહે એમાં શું આશ્ચર્ય? એક તો અતિ રૂપવંતી અને બીજુ, દેવતાના અનુગ્રહવાળી. રાજને એ મેહ પમાડે એમાં કહે, શું આશ્ચર્ય? (ર૩-૨૫)
પછી જ્યારે આગળ વધતાં વધતાં પાટલિપુત્ર પહોંચ્યા ત્યારે રાજાએ આદેશ આપે કે –
- “બજારો શણગ્ગારા, સર્વત્ર ધજાઓ ફરકાવ, મંચે અને મેટા મંચથી શેભતું આખું નગર બનાવે. વધુ ? આજે બધી સામગ્રી રોજના કરતાં વધારે સજે, જેથી દેવીની સાથે નગરમાં દબદબાપૂર્વક પ્રવેશ કરું.” (૨૬-૨૭)
રાજાની આજ્ઞાનું પ્રજા દ્વારા સર્વ રીતે પરિપાલન થતાં, જેનું કૌતુકમંગલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org