________________
૮૮ : આરામશોભા રાસમાળા
ચોથી રાતે પણ આરામશોભા જ્યારે બધું પતાવીને જવા લાગી ત્યાં રાજાએ એને હાથ પકડીને કહ્યું, “પ્રિયે, કેમ સદ્દભાવ અને સ્નેહરસથી ભરેલા એવા મારી વંચના કરે છે?” તેણે કહ્યું, “નાથ, હું વંચન કરતી નથી, પણ કંઈક કારણ છે.” રાજાએ કહ્યું, “શું કારણ છે?” તેણે કહ્યું, “કાલે કહીશ. હમણું તો રજા આપે.” રાજાએ કહ્યું, “શું કઈ બાળક પણ હાથમાં આવેલું અમૃત જતું કરે?” તેણે કહ્યું, “નાથ, એમ કરવા જતાં તમને પણ મોટો પસ્તાવો થશે.” રાજાએ કહ્યું, “જો એમ હોય તો પહેલાં કારણ તો
તણે મૂળથી માંડીને, માતાએ કરેલ દુવ્યવહાર કહ્યો. એટલામાં અરુણેદય થયે. એ વખતે વીખરાઈને છૂટો પડી ગયેલે એટલે એ વાળવા લાગી ત્યાં તડાક કરીને ચોટલામાંથી મરેલે સાપ પડશે. તેને જોઈને “હા તાત” એમ સખેદ કહીને એ પૃથ્વી ઉપર મૂછ ખાઈ ઢળી પડી. પછી પવન ઢાળવા વગેરે દ્વારા આમનાવાસના કરીને રાજાએ એને કહ્યું, “પ્રિયે, શા માટે આમ જાતને આટલું બધું દુઃખ આપે છે?” તેણે કહ્યું, “નાથ, જે પેલા નાગકુમારદેવ મારી સહાયમાં હતા તેમણે જ મને કહ્યું હતું કે, “જે મારી આજ્ઞા વિરુદ્ધ સૂર્યોદય સુધી બીજે સ્થાને રહેશે તે મારું દર્શન તને અહીં સુધીનું જ, આ પછી મારું મૃતસ્વરૂપ તને જોવા મળશે. એ એની સાબિતી. તમે મને રજા ન આપી તેથી આ થયું.”
પછી તો તે ત્યાં જ રહી. સવારે રાજાએ ગુસ્સે થઈને બીજી રાણીને બંધનમાં નખાવી અને ચાબૂક લઈને એને મારવા લાગ્યો ત્યારે પગમાં પડીને આરામશોભાએ તેને વિનંતી કરી કે –
“દેવ, જે મારા ઉપર આપની કૃપા હોય તે મારી બહેનને છોડો. પ્રવે તમે મારા ઉપર કૃપા કરી હતી, તેમ જુએ.” રાજાએ કહ્યું, “આવું કરનાર આ પાપિણીને માટે આ ખરેખર યોગ્ય નથી. તોપણ તારું વચન ઉથાપતિ નથી.” આરામશોભાએ એને છોડાવીને સજન-જનને ભેદ બતાવતી હોય તેમ પિતાની પાસે ભગિની ગણીને રાખી. (૫૮-૬૦)
પછી રાજાએ પિતાના માણસોને બોલાવીને હુકમ કર્યો, “અરે, બારે ગામોનો નાશ કરીને જલદી તે બ્રાહ્મણની હકાલપટ્ટી કરે અને તેની પત્નીને હેઠ, નાક, કાન કાપીને મારા દેશમાંથી હાંકી કાઢો.” આ સાંભળીને, પગમાં પડીને આરામશોભાએ રાજાને ફરીથી વિનંતી કરી કે –
“કદાપિ કૂતરું કરડે તો શું તેને સામું કરડાય? એમ જણને દેવ, આ મારાં માતાપિતાને છોડો. જે કરવાથી અમારા ચિત્તને મોટું દુઃખ થાય છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org