________________
ટિ૫ણ : ૨૭૫ આત્મહિતની પ્રવૃત્તિ, કર્મબંધનમાંથી મુક્ત થવા તપસંયમનું આચરણ.
૪: જ્ઞાનથી, ચિંતામણિ અને કલ્પવૃક્ષની જેમ, દેના જેવી સંપત્તિ વગેરે સવ સુલભ બને છે.
૫-૬. દેવદવ તવધિઃ દેવતત્ત્વને કશો અર્થ ન બેસતાં દવ(દ્રવ્ય)તત્વ' પાઠ કયો છે (જુઓ આ પછીની કડીનું ટિપ્પણું). જૈન પરંપરા મુજબ દ્રવ્ય છ છે – જીવ, પુદ્ગલ, ધર્મ, અધમ, આકાશ અને કાળ; તત્વ નવ છે – જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસવ (આત્માને વિશે કમનું વહેવું), સંવર (
આ ને નિરાધ), નિજેરા (કમવિરામ), બંધ અને મોક્ષ. આ બધાંની ઉચિત જાણકારીથી આત્માનું સ્વરૂપ ઓળખી શકાય છે. જિનવાણીનાં ચાર અનુયેગે (શાસ્ત્રસંગ્રહ) ગણાય છે તેમાં એક દ્રવ્યાનુયોગ છે. દ્રવ્યાનુયોગમાં દ્રવ્ય, તત્વે આદિના સ્વરૂપને અભ્યાસ હોય છે. ૭: દેવચ્ચણિ (દેવાર્ચન) એ સ્પષ્ટ રીતે ભ્રષ્ટ પાઠ છે. એ “
દણિ (દ્રવ્યાચન) જ હોવું જોઈએ, કેમકે જૈન પરંપરામાં દ્રવ્યપૂજા અને ભાવપૂજા એ બે ભેદ ખૂબ જાણીતા છે અને દ્રવ્યપૂજા કરતાં ભાવપૂજા ચડિયાતી ગણાય છે. ભાવપૂજા પણ દેવપૂજા તો ગણાય જ, એટલે એ બન્નેને બે ભેદ કહેવાય જ નહીં. આ કૃતિની અને હસ્તપ્રતોમાં બધે જ દ્રવ્ય'ના અર્થમાં દેવ” શબ્દ છે તે એવી પણ શંકા જગાવે કે દેવ” શબ્દ દ્રવ્યના અર્થમાં કઈ રીતે ખરેખર આવ્યો હશે?
ભગવાનના અંગને સ્નાનવિલેપન વગેરે કરવાં ને ધૂપદીપાદિ ધરવાં એ દ્રવ્યપૂજ છે. સ્તુતિ, સ્તવનાદિ દ્વારા મનને ભાવ અપ અને તપ વગેરે દ્વારા ભગવાનના આચારનું અનુકરણ કરવું એ ભાવપૂજે છે. દ્રવ્યપૂજા ખરેખર ભાવપૂજાનું પગથિયું છે અને ભાવપૂજાથી જ કેવળજ્ઞાન થાય છે.
આરામશોભાની ભાવપૂજાના મહિમા તરીકે આ કૃતિ અહીં રજૂ થઈ છે. જુઓ કડી ૮મી તથા ર૪૧-૪રમી.
૮. સુણિતણુઉં: આરામશોભાનું ચરિત્ર સાંભળે એમ “ચરિત્ર' શબ્દ ગૃહીત માનવો જોઈએ.
૧૩. અવગુણ..હસઈ તેના અવગુણની કઈ હાંસી કરતું નથી એટલે કે કાઈ હાંસી કરે એવા અવગુણ તેનામાં નથી.
૧૪. શ્યારિ કષાયઃ ક્રોધ, માન, માયા, લેભ એ ચાર ચિત્તવિકાર, દુવૃત્તિઓ. ખટ્રકમ: બ્રાહ્મણનાં છ કર્મ - અધ્યયન, અધ્યાપન, દાન, પ્રતિગ્રહ (દાનને સ્વીકાર), યજન (યજ્ઞ કરવો) અને યાજન (યજ્ઞ કરાવ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org