________________
૨૭૪ : આરામશોભા રાસમાળા
૧૩૩. હરખ વિષાદ દેખી સંતાનઃ વસ્તુતઃ પુત્રને જોઈને હર્ષ અને માતા(કૃત્રિમ આરામશોભા)ને જોઈને વિષાદ.
૧૩૭: “આરામશોભા'નું ટૂંકું રૂ૫ “આરામ' વપરાયું છે તે નોંધપાત્ર. ૧૩૯. મઈ...અપ્રમાણુ હું તને જોઉં એ અસિદ્ધ. એટલે કે એ બનશે
નહી:
૧૫૫. કહ૫લિ..હાથિ : હાથમાં આવેલી કલ્પવેલિ કેમ મૂકું ?
૧૫૭, સહુ સાચુ સંકેત જ સહી : જે નક્કી થયું હોય તે ખરું પડયા વિના રહેતું નથી.
૧૬૪. રાજભડારિ: રાજાના જેવા ભંડારવાળો, અથવા રાજાને ભંડારી અથવા આ રાજ્યના ભંડાર – મૂલ્યવાન વસ્તુ જે.
૧૬૭ઃ પહેલી પંક્તિ કુલધરકન્યાના પતિ વિશે, બીજી પંક્તિ કુલધરકન્યા વિશે.
૧૭૧. સુધર્મ: સૌધમ દેવલોકમાં. એ પહેલે દેવલોક છે. કુલ ૧૨ દેવલોકઃ સૌધર્મ, ઈશાન, સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાંતક, મહાશુક્ર, સહસાર, આણુત, પ્રાણત, આરણ, અચુત.
૧૭૫. ચતુર્વિધ સંઘ : સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાનો બનેલે.
૧૭૬. પંચમહાવત : સાધુનાં અહિંસા, અમૃષાવાદ, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આમાં હિંસા વગેરેમાંથી સર્જાશે વિરતિ હોય છે તેથી એ મહાવ્રત કહેવાય છે. શ્રાવકેનાં અણુવ્રત કહેવાય છે, કેમકે એમાં અપાશે વિરતિ હોય છે.
૧૭૭, ઉદયાચલ: પૂર્વ દિશાનો કલ્પિત પર્વત. મેરુ: સોનાને સૌથી મોટા પૌરાણિક પર્વત. યુગહ પ્રધાન: યુગમાં મુખ્ય, અગ્રણું. યુગપ્રભાવક, આ પ્રકારનું બિરુદ જૈન આચાર્યોને અપાતું. - ૧૭૮ઃ “વિજયચંદ્ર જ ખરે પાઠ છે એમ પછીથી નિશ્ચિત થયું છે. કવિ એમના જ શિષ્ય છે. ૨. વિનયસમુદ્રવિચિત આરામશેભાગે પાઈ
૨-૩ઃ સમ્યફ જ્ઞાન, દર્શન અને ચરણ કે ચારિત્ર એ જૈન પરંપરા મુજબ મુક્તિનાં મુખ્ય સાધન છે. એ ત્રણ રન તરીકે ઓળખાય છે. દશન એટલે આત્મસ્વરૂપમાં, સત્યમાં પ્રતીતિ – એનું પ્રતિપાદન કરતા જિનવચનમાં શ્રદ્ધા. જ્ઞાન એટલે જીવાદિના સ્વરૂપ વિશેની યથાર્થ સમજ. ચારિત્ર એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org