________________
ટિણ : ૨૭૯ પ્રકારની વાનગી ગણે છે ને પૂરણમાંડા એટલે પૂરણપોળી, વેઢમી એવો અર્થ કરે છે. પણ વકોમાં માંડા પછી તરત વેઢમીને અલગ ઉલલેખ આવે છે. માંડા કદાચ ખાજાંના પ્રકારની અનેક પડવાળી વાનગી હોય. (જુઓ વણુંકસમુચ્ચય ભા.૧, પૃ.૫ તથા ૧૭૪; ભા.૨, પૃ.૧૩).
૧૪૫. છલ જેવઈ અંબ: માતા કપટ કરવાની તક શોધે છે.
૧૫૦. દુરિ...સાહિલઉ. દૂર જળાશયમાંથી પાણી લાવતાં મુશ્કેલી પડે, તેથી તારા પરિવારને માટે આ સરળ ઉપાય કર્યો.
૧૬૦ : ખાટલી ઉપર ચઢાવીને કેઈ પુરુષને કુવામાં ઉતાર્યો અને નવી – જુદી રાણું (પોતાની સગી દીકરી)ને એમાંથી કાઢી.
૧૬૫: પહેલી પંક્તિમાંથી બીજી પંક્તિમાં વાકય ચાલુ રહે છે – અમારા મનની મોટી ઇરછા હતી.
૧૭૧: પુત્ર પ્રત્યેના અપાર મોહથી અને આરામશોભા પ્રત્યેની અપાર પ્રીતિથી એ સંસારમાં રહે છે.
૧૭૭, અહી તુહિ હસ: તમે અમને હસે છે – અમારો ઉપહાસ કરે છે, અમારી વાત ગંભીરતાથી લેતા નથી.
૧૭૮: “કોઢ(કપટ) અને “ડકલા (કૂટકલા) એ પર્યાયવાચી શબ્દો છે. એને અર્થની દ્વિરુક્તિ ગણું શકાય.
૧૮૨-૮૩ : ૧૮રમી કડીને અંતે “બોલ્યઉ નાગકુમાર' એમ આવે છે તેથી સંભ્રમ થાય એવું છે. એ કડીમાં આગળની ઉક્તિ આરામશોભાની છે. નાગકુમારની ઉક્તિ પછીની ૧૮૩મી કડીમાં આવે છે.
૧૮૪. કાલે નાગ : નાગને આરામશોભાએ કહ્યું. નાગની આ પૂર્વેની ઉક્તિમાં સૂર્યોદય પહેલાં આવી જવાની વાત નથી, પણ જાણે એવી વાત હોય એમ આરામશોભા અહીં કબૂલાત આપે છે.
૧૮૫ઃ દષ્ટાંતનું તાત્પર્ય એ છે કે પુત્ર પ્રેમ અને નાગદેવતાને સ્નેહ બન્ને એક સાથે સાચવી નહીં શકાય.
૧૮૫-૮૬? વાકય એક કડીમાંથી બીજી કડીમાં ચાલુ રહે છે તે નોંધપાત્ર છે. તું સૂર્યોદય પહેલાં ન આવી તો મારું દર્શન તને નહીં થાય.
૧૮૮. તઉ..તિ વારઃ (નાગદેવનું મૃત્યુ થતાં તેને વિગ થતાં, મારું મરણ થશે એમ આરામશોભા કહેવા માગે છે.
૧૮૯ મૂઢિઃ આરામશોભાને સંબોધન ગણીએ તો એને અર્થ “અબૂધ, ભોળી એમ કરવો જોઈએ. “મૂઢિ લવઈ એમ અન્વય કરીએ તો “આવું મૂર્ખતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org