________________
૮૬ ઃ આરામશોભા રાસમાળા
એમ વિલાપ કરતી એને પરિચારિકાઓએ કહ્યું, “રડે નહીં. આમાં જે કંઈ કરવા જેવું હોય તે તરત કરે.” તેમણે આમ કહ્યું ત્યારે વિવિધ જાતના નુસખા કર્યા. તે પણ તેના શરીરમાં કંઈ ફેરફાર ન થયો. (૫૩-૫૪).
પછી રાજાના ભયથી પરિચારિકાઓ વિષાદમાં ડૂબી ગઈ. એટલામાં રાજાએ મેકલેલે મંત્રી આવી પહોંચ્યો અને તેણે કહ્યું, “દેવે આજ્ઞા કરી છે કે રાણીને અને કુમારને લઈને જલદી આવો.” પછી બધી તૈયારી કરવામાં આવી. પ્રસ્થાન વખતે પરિજનોએ દેવીને કહ્યું, “બગીચે કયાં ગયો ? કેમ એ હજી ચાલતો દેખાતા નથી?” તેણે કહ્યું, “ઘરના કૂવામાં પાણી પીવા માટે મૂકયો છે, પાછળથી આવશે. તમે ચાલવા માંડે.” આખો પરિવાર ચાલ્યો.
એમ કરતાં પાટલિપુત્ર પહોંચ્યા. રાજને વધામણી આપવામાં આવી. પછી ખૂબ જ હર્ષપૂર્વક બજારોને શણગારવામાં આવ્યાં. વધામણી ઉજવવાનો રાજાએ આદેશ આપ્યો. દેવી અને કુમારને જોયાં કે તરત જ પોતે સામે ગયો. પછી દેવીનું રૂપ જોઈને રાજાએ પૂછયું કે, “દેવી, તારું શરીર કેમ મને જુદું જ લાગે છે?” ત્યારે પરિચારિકાઓએ કહ્યું, “દેવ, પ્રસૂતિ થયા પછી કોઈક દષ્ટિદોષથી કે પ્રસુતિરાગને લીધે શરીર આવું થઈ ગયું છે. અમને બરાબર ખબર નથી.” પછી પુત્રજન્મ એ પિતાના અભ્યદયનો પ્રસંગ – એને હર્ષ હોવા છતાં દેવીનું વૃત્તાંત સાંભળીને રાજાનું મુખ ઝાંખું થઈ ગયું. તાપણ ધીરજ ધરીને તે નગરમાં પેઠો. રાણીને પૂછવામાં આવ્યું, “ઉદ્યાન કેમ દેખાતું નથી ?” તેણે કહ્યું, “તેને પાછળ રાખેલું છે ને તે પાણી પી રહ્યું છે. સ્મરણમાત્રથી આવી પહોંચશે.”
પછી જ્યારે જ્યારે તેના શરીરને સર્વા ગે જતા ત્યારે તેને સંદેહ થતો કે, “આ એ જ કે બીજી ?” એને એક વાર રાજાએ કહ્યું કે, “ઉદ્યાન લાવી દો.”
અવસરે લાવીશું” એમ એણે કહેતાં એ સૂની થઈ ગઈ અને એના હેડ ખૂલી ગયા. આ જોઈને રાજાને ભેટી આશંકા ઉત્પન્ન થઈ. “લાગે છે કે આ એ ન હેય, બીજી કઈ છે” એમ એ વિચારતો રહ્યો.
આ બાજુ પેલી આરામશોભાએ પેલા દેવને કહ્યું કે, “કુમારને વિરહ મને બહુ પીડી રહ્યો છે. તે એવું કંઈક કરે કે હું કુમારને જોઉં.” ત્યારે નાગકુમારદેવે કહ્યું, “બેટા, મારી શક્તિથી તું જા. પિતાના પુત્રને જોઈને તરત પાછા ફરવું.” તેણે કહ્યું, “ભલે.” દેવે કહ્યું, “દીકરી, તું ત્યાં સૂર્યોદય સુધી રહીશ, તો પછી મારું દર્શન તું નહીં કરી શકે. પછી હું ફરી નહીં આવું અને મરેલા નાગ રૂપે તારા કેશપાશમાંથી મારી જાતને પડતી બતાવીશ.” તેણે કહ્યું, “ભલે, પણ મારા પુત્રને હું જોઉં.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org