________________
ભૂમિ : ૮૭
પછી દેવે તેને મોકલી દીધી. દેવના પ્રભાવથી ક્ષણમાત્રમાં તે પાટલિપુત્ર પહોંચી. વાસભવન ઉઘાડીને તે અંદર પહોંચી. વાસભવન કેવું છે? જેમકે –
ઘણા રત્નદીપો બળે છે, મણિમોતીરનથી બનાવેલ તોરણે લટકી રહ્યાં છે. પુપની રચના કરવામાં આવેલી છે. મધમધિત સુંદર ધૂપસે છે. પડિયામાં મૂકેલ, સુંદર કંકલ, એલચી અને કપૂરથી બનાવેલાં નાગરવેલનાં પાનનાં બીડાં અને સોપારીઓ છે. બહુ ખાદ્યપે છે, સજાવેલાં બનાવટી પક્ષીઓ મૂકેલાં છે. રાજ અને પિતાની બહેન જેમાં સૂતાં છે એવો પલંગ પડયો છે. (૫૫-૫૬)
તેને જોઈને, કંઈક પહેલાંની ક્રીડાના સ્મરણથી ઉદ્દભવેલા કામને લીધે નિષ્પન્ન થયેલા શૃંગારરસથી નિર્ભર બનીને, કંઈક પિતાના પ્રિયતમને આલિંગન આપીને સુતેલી ભગિનીને જોઈને ઉત્પન્ન થયેલી ઈર્ષાપૂર્વક, કંઈક માતાના કૂવામાં પોતે ફેંકાયેલી તેના સ્મરણથી ઉદ્ભવેલો ક્રોધ પ્રસરવાથી, કંઈક દીકરાના સ્મરણથી ઉત્પન્ન થયેલા સ્નેહપૂર્વક, કંઈક પોતાના સવપરિજનોને જોવાથી જન્મેલા હર્ષની અધિકતાથી આનંદબિંદુઓ પડી રહ્યાં છે એવી સ્થિતિમાં એક ક્ષણ ઊભી રહીને જે સ્થાને ગઈ ત્યાં, જેની બાજુમાં ધાત્રી માતા આદિ પરિજન સૂતેલ છે અને જે રત્નજડિત કનકમય પારણામાં સૂતેલો છે તે કુમાર હતા. પછી તે કુમારને લઈને કેમળ કરેથી ક્ષણવાર રમાડીને, કુમારની ચારે બાજુ પિતાના ઉદ્યાનના ફળફૂલસમૂહને મૂકીને સ્વસ્થાને ગઈ.
પછી સવારે કુમારની આયાએ રાજને વિનંતીપૂર્વક જાણ કરી કે, “દેવ, આજે કોઈએ કુમારને ફળફૂલની અર્ચના કરી છે.” તે સાંભળીને રાજા તે સ્થાને ગયે. ફળફૂલને તે સમૂહ એણે જોયે. તે જોઈને રાણીને પૂછયું કે “આ શું?” તેણે કહ્યું, “મેં સ્મરણ કરીને આજ ઉદ્યાનમાંથી આ આણ્યાં છે.” રાજાએ. કહ્યું, “અત્યારે કેમ નથી લાવતી?” તેણે કહ્યું, “દિવસે લાવવું શક્ય નથી.” તેના સૂના, હોઠ ખૂલેલા અને નિસ્તેજ મુખકમલને જોઈને રાજાએ વિચાર્યું, “ખરે જ, કેઈક દુર્ઘટના બની હોય એમ લાગે છે.”
પછી બીજે દિવસે તેમ જ થયેલું જેઈને, ત્રીજી રાતે એ સૂતી હતી ત્યારે હાથમાં ભયંકર તલવાર રાખીને, અંગે સંકેડીને દીવાની છાયામાં રાજ ઊભો. થોડી વારમાં આરામશોભા આવી અને તેને જોઈને રાજાએ વિચાર્યું, “આ જ મારી પ્રિય પ્રણયિની. પેલી તો કઈ બીજી છે. તો આમાં સાચું શું તેની સમજ પડતી નથી.” એમ વિચારતો હતો ત્યાં પહેલાં કરતી હતી તેવી સઘળી વિધિ કરીને એ ચાલી ગઈ. રાજા પણ મનમાં અનેક વિકલ્પો કરતાકરતો સૂતા. સવારે રાણીને કહ્યું કે, “આજે તારે ચોક્કસ ઉદ્યાન લાવવાનું છે.” તે સાંભળીને રાણી અત્યંત નિસ્તેજ બની ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org