________________
ભૂમિકા : ૮૯ માતાપિતાને દંડ આપવાનું છોડો.” એમ કહેવામાં આવતાં રાજાએ કહ્યું, “પ્રિયે, જેનાથી તારા મનને પીડા થાય તે કાય મોટું હોય તો પણ અમે છેડીએ છીએ.” (૬૧-૬૩)
આમ, મન અને ઇન્દ્રિયોનાં પાંચ પ્રકારનાં વિષયસુખ અનુભવતાં તેમને સમય ગયો. એક વખત રાજરાણું એકસાથે બેઠેલાં હતાં ત્યારે કંઈક ધર્મ, વિચાર કરતાં કરતાં વાત થઈ કે
દેવીએ કહ્યું, “નાથ, પહેલાં તો હું દુઃખી હતી. પછી સમસ્ત સુખને પાત્ર બની, તો આ કયાં કર્મોથી? આપણા નસીબજોગે કોઈ દિવ્યજ્ઞાની અહીં હોય તો જઈને પૂછું.” રાજા કહે છે, “જે એમ હોય તે સમસ્ત ઉદ્યાનપાલકોને હું જાણ કરું છું કે મને જ્ઞાનના આગમનની વાત કરે.” (૬૪-૬૬)
આમ જ્યાં રાજારાણીનો ક્ષણમાત્ર વાર્તાલાપ ચાલી રહ્યો છે ત્યાં પ્રફુલ મુખવાળો ઉઘાનપાલક આવી પહોંચ્યો. જમીન ઉપર માથું ટેકવીને પ્રણામ કરીને તેણે વિનંતી કરી, “દેવ, ચંદનવન ઉદ્યાનમાં દિવ્યજ્ઞાનધારી પધાર્યા છે. હથેલીમાં રાખેલા વિમલ મોતીની જેમ જે નિરંતર સકલ ત્રણ લોકને, સાથેસાથે ભૂત, વર્તમાન, ભાવિના ભાવોને જાણે છે. તથા નર, વિદ્યાધર અને ઇન્દ્ર જેમના ચરણેને વંઘાં છે તે વીરચંદ્ર નામના તે શ્રેષ્ઠ મુનીન્દ્ર પાંચસો સાધુઓ સાથે પધાર્યા છે.” (ક૭–૭૦).
તે સાંભળીને ભક્તિવશ થતાં જેને રોમાંચ પ્રગટયો છે એ રાજ કહે છે, “પ્રિયે, તારા મનોરથ આજે જ સિદ્ધ થયા. તો પ્રિયે, જલદીથી ઊભી થા. તૈયાર થા એટલે જઈએ. સૂરિને વંદન કરીને તારી શંકા પૂછીએ.” (૭૧-૭૨)
એમ કહેવામાં આવતાં તે દેવી જલદી તૈયાર થઈ. પછી રાજા તેની સાથે તરત જ ઉદ્યાને પહેર્યો. ત્યાં મુનિને જાતજાતના લેકેથી ભરેલી સભામાં બધા જીવોને સુખ આપનાર જિનધર્મનો ઉપદેશ આપતાં જોયા. પછી મુનિના ચરણકમલને પ્રણામ કર્યા પછી મુનિથી અતિનજીક નહીં તેમ સમતળ ભૂમિ ઉપર બંને બેઠાં. (૭૩-૭૫)
ભગવાને પણ પછી વિશેષભાવે ધમદેશના પ્રવર્તાવી, “આ અનાદિ-અનંત સંસારમાં ભમતા છ કર્મો દ્વારા મહામહેનતે મનુષ્યત્વને પામે છે અને તેમાં પણ પુણ્યધર્મથી વિવિધ પ્રકારનાં સુખ પ્રાપ્ત થાય છે. પુણ્યધર્મથી જાતિ, કુલ, રિદ્ધિ, આરોગ્ય, ઉત્તમ ભોગો, રૂ૫, બલ, યશ પણ પ્રાપ્ત થાય છે. સુકૃત અધમથી જ પ્રિયજનોને મેળાપ અને આજ્ઞાકારી સર્વ સેવકવર્ગ અને બીજું સર્વ સુખ પ્રાપ્ત થાય છે. સ્વર્ગાગના સાથેનું અને મહત્ત્વના ઉપભેગે સાધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org