________________
૯૬ ઃ આરામશોભા રાસમાળા ભ, દર્ભાસ્ત્રમાં લાગેલા જલબિંદુ જે ચંચળ આ સંસાર છે, તેથી ક્ષણને પણ વિલંબ કરીશ નહીં.” (૧૯૪-૯૬)
“ભલે” એમ કહીને રાજા અને રાણી બંને પિતાના ઘેર જઈને તે કુમારને રાજ્યમાં અભિષેક કરે છે. કુમાર રાજ્યાભિષેક કરીને પછી મહાવિભૂતિમાન ગુરુ પાસે બહુ પરિવાર સાથે બંનેએ દીક્ષા લીધી. બે પ્રકારનું શિક્ષણ લઈને તેઓ ક્રમેક્રમે ગીતાર્થ – જ્ઞાની બન્યાં, અને ગુરુએ બંનેને પોતાનાં પ્રવર્તક રૂપે સ્થાપ્યાં. ભવ્ય જીવોને બાધ આપીને, અંતે અનશન કરીને બંને સ્વર્ગ ગયાં. ત્યાંથી ક્રમે કરીને આવીને મનુષ્યત્વ, સુરત્વ વગેરે ક્રમમાં શિવસિદ્ધિ પ્રાપત. કરશે. આમ જિનભક્તિનું અનન્યસરીખું ફલ હોય છે. (૧૯૭-૨૦૧) હાય મારી કાણી, તું ક્યાંય ના સમાણું ! સપા. દિનેશ કોઠારી
[બાળપણમાં સંભવતઃ માસીને ઘેર રાંધેજામાં સાંભળેલી વાર્તા જેવી યાદ છે તેવી અહીં મૂકી છે.]
કેઈ એક ગામમાં એક કુટુંબ રહે. માતા, પિતા અને દીકરી. દીકરી તો રૂપરૂપનો અંબાર. હવે થયું એવું કે માતાનું મૃત્યુ થતાં પિતાએ બીજી વાર લગ્ન કર્યું. નવી મા ઓરમાન દીકરીને ખૂબ દુઃખ આપે. આ દિવસ વૈતરું કરાવે અને પૂરતું ખાવા પણ ન આપે. તે બિચારી રેઈઈને દહાડા કાઢે. વખત જતાં નવી માએ પણ એક દીકરીને જન્મ આપ્યો. આ દીકરી કાણી અને કૂબડી નીકળી.
એક દિવસની વાત છે. પેલી ઓરમાન દીકરી વનવગડામાં છાણું વીણવા ગઈ હતી. થાકીપાકી અને ભૂખતરસી તે એક ઝાડ નીચે બેઠી હતી ત્યાં એક નાગ પૂરપાટ દેડતો આવ્યો. તે પેલી કન્યાને કહે, “મારી પાછળ મદારી પડયો છે, મને ક્યાંક સંતાડી દે.” કન્યાએ નાગને ટોપલા નીચે સંતાડી દીધો અને ટેપલાનું આશીકું કરીને સૂઈ ગઈ. મદારીએ તે કન્યાને નાગ વિશે પૂછયું તો તેણે કહ્યું કે તે કશું જાણતી નથી. તેને નિરાંતે સૂઈ ગયેલી જોઈને મદારીને કઈ શંકા ન ગઈ. તે આગળ દોડી ગયે.
મદારીને ગયેલે જોઈને તે કન્યાએ નાગદેવને ટોપલા નીચેથી બહાર કાઢયા. નાગદેવે કન્યાની વીતકકથા સાંભળીને તેને ત્રણ વરદાન આપ્યાંઃ જમણે હાથની મૂઠી ખોલતાં તેમાંથી પૅડાબરફી વગેરે મિષ્ટાન્ન નીકળશે, ડાબા હાથની મૂઠી ખોલતાં તેમાંથી ભજિયાં વગેરે નીકળશે, એટલે છોડતાં તેમાંથી મીઠું પાણી નીકળશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org