________________
-૯૪: આરામશોભા રાસમાળા, યથાયોગ્ય સર્વ પ્રકારનાં તપ, દાન વગેરે કરે છે. સતત સાધુ-સાવી-સાધર્મિકોને જ પૂજે છે. સ્વાધ્યાય-અધ્યયનમાં વિશેષ ઉદ્યમ કરે છે. (૧૫૨-૫૫)
હવે, તે શેઠને કોઈ એક વાર ચિતાસાગરમાં ડૂબેલા જોઈને એ પરમ વિનયથી પૂછે છે, “પિતાજી, આજે કેમ ચિંતારૂપી પિશાચથી અત્યંત ગ્રસ્ત છે?’ તે કહે છે, “પુત્રી, મારી ચિંતાનું કારણ સાંભળ. આપણું મંદિરની વાડી ફળફૂલથી ભરેલી અને અતિરમ્ય હતી. તે કોઈ પણ કારણ વગર સુકાઈ ગઈ, અને કઈ રીતે ફરીથી ખીલતી નથી. આ કારણથી હું ખૂબ ચિંતાતુર બન્યો છું,” “પિતાજી, આ માટે તમે ખેદ ન કરે,” એમ બાલા કહે છે, “જો હું અને ફરીથી મારા શીલના પરાક્રમથી નૂતન ન કરું તો હું ચારે પ્રકારને હાર લઈશ નહીં.” (૧૫૬-૬૦)
તે શેઠના વારવા છતાંયે આ પ્રમાણે નિશ્ચય કરીને શાસનદેવીનું ધ્યાન ધરીને તે જિનમંદિરમાં બેસી ગઈ. પછી ત્રીજે દિવસે રાત્રે શાસનદેવી એકાએક પ્રત્યક્ષ થઈ અને તેને કહ્યું, “ખેદ ન કર. આજે સવારે આ વાડી ફરી નૂતન બની જશે – તારી શક્તિથી વૈરી વ્યંતરના ઉપદ્રવથી મુક્ત થઈને.” એમ બોલીને દેવી ઝડપથી પોતાના સ્થાને ગઈ. ત્યાં રાત ચાલી ગઈ અને સૂર્ય ઊગ્યો. શેઠને રાતની સઘળી વાત કહી, ત્યારે એ પણ હર્ષથી પ્રફુલિત આંખે જિનમંદિરની વાડીમાં ગયા. અપૂર્વ પત્રફળફૂલથી શોભિત, સજલ મેઘ સમાન વણવાળી એ વાડીને જોઈને તે તરત તે સ્ત્રીની પાસે ગયા અને કહ્યું, “પુત્રી, તારા પ્રભાવથી મારા મનોરથ પૂર્ણ થયા છે. તો ઠ, ઘેર જ. હે ગુણવિશાલ, પારણું કર.” (૧૬૧-૬૭)
આમ કહીને શેઠ સમસ્ત શ્રી મણસંઘની સાથે તૂરીનિનાદપૂર્વક કાને પ્રત્યક્ષ કરાવીને આ સ્ત્રીને લઈ ગયા ત્યારે લેકે કહેવા લાગ્યા, “જુઓ, આના શીલનું માહાત્મ્ય કે શુષ્ક વાડી પણ ક્ષણમાં કેવી નવી જ બની ગઈ! પુણ્યકમી આ સ્ત્રી ધન્ય છે ! એનું જીવન સફળ થયું છે. એનું દેવો પણ આ રીતે સાન્નિધ્ય કરે છે અને આ માણિભદ્ર શેઠ પણ ધન્ય છે કે તેના ઘરે ચિંતામણિ જેવી આ સ્વયં રહે છે.” આ રીતે બધા લોકો તેને વણવે છે. અને તે ઘેર પહોંચી. ચતુર્વિધ સંઘને દાન આપીને તે પારણાં કરે છે. (૧૬૮-૭૨)
- હવે બીજી કઈક વાર, રાતના પાછલા પહેરમાં સૂઈને જાગેલી તે પૂર્વ વૃત્તાંતનું સ્મરણ કરીને વિચારે છે, “આ જગતમાં તે ધન્ય છે જે સર્વ વિષયસુખ ત્યજીને નિઃસંગ રૂપે પ્રવજિત થઈને તપસંયમને ઉદ્યમ કરે છે. હું તો અધન્ય છું જે આ વિષયસુખમાં લુબ્ધ છું અને ઈચ્છવા છતાં મુજ પાપીને એ તપસંયમને ઉદ્યમ પ્રાપ્ત થતો નથી. એટલી વળી ધન્ય છું કે સંસારસાગરમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org