________________
હર ઃ આરામભા રાસમાળા
તે એકલે જ માત્ર કંઈક ભાતું લઈને ક્યાંય રોકાયા વગર ઉજજયિની નગરીમાં પહોંચ્યો. ત્યાં એણે વિચાર્યું, “ધીમે ચાલીને આ દેશમાં આવ્યો છું તેથી ભાતું ઘણું ક્ષીણ થઈ ગયું છે. માગથી હું થાકી ગયો છું. તો સૂતેલી આ સ્ત્રીને છેડીને ઇચ્છિત દેશમાં જાઉં.” આમ વિચારીને તેણે કહ્યું, “પ્રિયે, ભાતું તું ખૂટી ગયું છે તે હવે શું કરું? ભીખ માગતાં ફરવું પડશે.” તે કહે છે, “નાથ, સાંભળો. તમારી પાછળ પાછળ તો નાથ, ભીખ પણ ખરે જ મને રમણીય લાગશે.” આમ બોલીને રાતે બંને સૂઈ ગયાં -- નગરીની બહાર કઈ એક પથિક શાળામાં. રાતે માતાનું પોટલું લઈને તે ઊઠડ્યો. ભીખ માગવી પડશે તેની શરમથી તેને છોડી ધીમેધીમે બીજા જ માગે ભાગી જઈને ઝડપથી ચાલ્યો ગયો. (૧૧૮-૨૪).
પછી સૂર્ય ઊગતાં તે ઊઠી. પિતાના સ્વામીને ન જોતાં સમજી ગઈ કે મને છોડી દેવામાં આવી છે.” પછી ભાતું ન જતાં હૃદયથી વિચાયુ, “મને આમ ઘરેથી લઈને એકલી છોડી દીધી તે મારા સ્વામીએ બરાબર નથી કર્યું.”
અરે, અરે, બેશરમ, નિય, આમ નવજોબનમાં રહેલી એવી મને છેડીને, હે અનાર્ય, તારું મોઢું કોને દેખાડીશ? કહે જંગલી, નવયૌવનવતી હું કેમ કરીને બીજને હાથ પડું? તે હે નિર્દય, તારા કુળ માટે એ નીંદનીય થશે. અથવા તો આ પરિતાપ કરવાથી શું? હવે મારા ચારિત્ર્યની રક્ષા કરું - કાઈ પિતા સમાન વાણિયાને આશ્રય લઈને. પિતાને ઘેર મારે અપુણ્યવતીને આદર નથી, તો હું અહીં જ રહીને કામકાજ કરીશ.” (૧૫-૩૦)
આમ વિચારીને હૃદયમાં ધીરજ ધરીને દશે દિશાઓ જેતી નગરમાં પ્રવેશી. પછી એક ઘરમાં ભલા દેખાતા પુરુષ પાસે ગઈ. પગમાં પડીને મનહર
સ્વરથી વિનવે છે, “તાત, અનાથ દીન વિમના એવી મારું અહીં શરણ હશે. કેમકે અનાથ નારી જરૂર લોકાપવાદ પામે. હું ચંપાપુરીમાં રહેતા કુલંધર શ્રેણીની પુત્રી છું. મારા સ્વામી સાથે ચૌદેશમાં ફરતાં સાર્થથી છૂટી પડેલી હું આ ભૂમિમાં આવી પહોંચી છું. હવે દુઃખતપ્ત એવી મારા તમે પિતા છો.” (૧૩૧-૩૫)
પછી તે સ્ત્રીના વચનવિવેકથી ખૂબ રાજી થયેલા તે માણિભદ્ર શેઠ કહે છે, “બેટી, તું મારી દીકરી છે. જેવી રીતે તારા પિતાને ઘરે રહેતી હે તેવી રીતે અહીં મારા ઘરમાં રહે. સાર્થની શોધ વગેરે સર્વ હું કરીશ.” (૧૩૬-૩૭)
આમ કહીને તે માણિભદ્ર પિતાના માણસોને મોકલ્યા. પણ તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org