________________
૯૦ : આરામશાલા રાસમાળા
આપનારું સ્વર્ગ તેમજ કલેશથી સદંતર મુક્ત એવા મેાક્ષ પણ ધર્માંથી જ મળે છે.” (૭૬-૮૦)
એટલામાં કપાળમાં કરકમલમુકુલ અડાડીને આરામશેભાએ વિનંતી કરી, “ભગવાન જો બધું વનું ફળ હાય તા મેં પૂર્વજન્મમાં એવું શું કર્યુ છે કે જેનું આવું પરિણામ આવ્યું?'' પછી પાણીભરેલાં તાજા વાદળા જેવા સુંદર, ગંભીર, ધીર સત્ત્વવાળા સ્વરથી ભગવાને કહેવા માંડયું કે –
“અહીં જંબુદ્રીપે ભરતખંડમાં, ચંપાનગરીમાં કુબેરના જેવા વૈભવવાળા પ્રશંસનીય શેઠ કુલંધર હતા. તેને રૂપગુણવતી કુલાન દા નામે સ્ત્રી હતી. તેની સાથે તેણે ભાગલમી ભાગવતાં-ભાગવતાં રૂપગુણથી ભરી, એકબીજાથી જુદી એવી સાત દીકરીએ જન્મી. તેમનાં નામ આ પ્રમાણે હતાં: કમલશ્રી, કમલવતી, કમલા, લક્ષ્મી, શ્રી, યશે દેવી, પ્રિયકારિણી. તેમને સ ને ઉત્તમ કુલમાં વિધિપૂર્વક પરણાવી અને એ અનુપમ વિષયસુખ ભોગવવા લાગી. પછી કાળક્રમે એક બીજી પણ આઠમી દીકરી જન્મી. તેના જન્મથી માતાપિતા નિવેદ પામ્યાં. તેનું નામ પણ તેઓ કેમે પાડતાં નથી. પછી અનાદરપૂર્વક માટી થતી તે સુવાવસ્થાને પામી. વિશિષ્ટ રૂપ વગેરેથી યુક્ત છતાં પિતામાતાને દુઃખ આપનારી તે ખતી, બધા લેાકા એને નિર્ભાગી' એવા નામે ખેાલાવતા. માતાપિતાને એ જોતાં જ સતત ૬ઃખ આપનારી બની. (૯૧-૮૮)
એક દિવસ લેાકાએ શેને કહ્યું, “તમારી દીકરીને કેમ પરણાવતા નથી ? એને લીધે તમારી ભારે અપકીતિ થઈ રહી છે.' લેાકેાએ આમ કહેતાં શેડ મનમાં ઘણુંા નિવેદ પામ્યા. ન ગમતું બાળક જેને હતું એવા એ ઘણી ચિંતામાં મસ થયા. (૮૯-૯૦)
બીજે દિવસે વિધિ પર આધાર રાખી બેઠેલા તે ચિતાગ્રસ્ત શેઠની પાસે એક મુસાફર આવ્યા. મેલથી રજોટાયેલાં કપડાં ને દેહવાળા, લાંખે। માગ કાપીને આવેલા હવાથી થાકેલા તે વિશ્રામ માટે શેઠની દુકાને બેઠા. શેઠ પણ એને પૂછે છે, “ભાઈ, તું ત્યાંથી અહીં આવ્યા છે?”” આ કહે છે, “સમુદ્રપારથી, ચૌડદેશમાંથી.” “તું કાણુ છે ? કઈ જાતિ છે? શું નામ છે? અહીં કેમ આવ્યા છે?'' તે કહે છે, કાસલાનગરીના નિવાસી તંદ વેપારીના સેક્રમા નામની ભાથી થયેલા હું નંદન નામને પુત્ર છું. વૈભવ ક્ષીણ થતાં પૈસા કમાવા ચૌડદેશમાં ગયા. ત્યાં પણ ગરીબાઈમાં ડૂબેલે રહ્યો છતાં અભિમાનને કારણે. પેાતાને નગર ન ગયેા. પારકાની ચાકરી ઉઠાવીને આજીવિકા મેળવતા હું ત્યાં જ રહ્યો. અહી'થી આવેલા વિણુક વસંતદેવે પેાતાનું કંઈક કામ નીકળતાં મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org