________________
ભૂમિકા : ૯૧ ચિઠ્ઠી આપીને શ્રીદત્ત શેઠ પાસે અહીં મોકલ્યો છે. તો તેનું ઘર દેખાડે, જેથી હું તેની પાસે જાઉં અને આ ચિઠ્ઠી આપું.” (૯૧-૯૮)
ત્યારે કુલંધરે વિચાયુ, “મારી દીકરી માટે આ ઉત્તમ વર છે. કેમકે પૈસા વિનાનો વિદેશવાસી, સામાન્ય માણસને દીકરો આને લઈને ત્યાં જશે, ફરી પાછું આવશે નહીં. પિસા વગરને એ. આ ધરે આવશે નહીં કારણકે માનરૂપી ધનવાળા જણાય છે.” એમ વિચારીને કહે છે, “પુત્ર, તું મારા ઘરે. ચાલ, કેમકે તારા પિતા મારા અનન્ય મિત્ર હતા.” તે કહે છે, “જે કામ માટે આવ્યો છું તે પહેલાં પતાવું, પછી, મુરબ્બી, તમારી પાસે તરત આવીશ.” (૯-૧૦૨)
શેઠે પોતાના માણસને શિખવાડીને મોકલ્યો કે, “ભાઈ, ચિઠ્ઠી આપે એટલે આને લઈ આવ.” તેને લઈને તે પુરુષ શ્રીદત શેઠને ત્યાં ગયો. ચિઠ્ઠી આપીને બધી વાત કહી. તે પછી નંદને શ્રીદત્તને આમ કહ્યું કે, “અહીં મારા પિતાના મિત્ર જે કુલંધર શેઠ છે તેણે મને જોઈને પોતાના આ માણસને પાછા લઈને આવવા મોક૯યો છે. તે હું ત્યાં જઉં છું. ફરીથી વળી અહીં આવીશ.” (૧૦૨-૦૬). - પછી તે તે માણસ સાથે તે શેઠને ઘેર ગયો. શેઠે પણ તેને નવડાવીને વસ્ત્રની જેડ પહેરાવીને, જમાડીને પછી કહ્યું, “મારી દીકરીને પરણ, બેટા.” એ કહે છે, “મારે આજે જ ચૌદેશ જવું છે.” કુલધર વળી કહે છે, “આને લઈને જ ત્યાં જ. તારા માટેની મિલકત વગેરે હું ત્યાં જ મોકલીશ.” (૧૦૭–૦૯)
એણે સ્વીકાર્યું એટલે તે શેઠે દીકરી પરણાવી. લગ્નદિવસ પત્ય એટલે શ્રીદત્ત નંદનને કહ્યું, “જો તું અહીં જ રહે તે ત્યાં હું બીજાને મોકલું, કેમકે અમારે ત્યાં ઘણું કામ છે.” વંદન કહે છે, “મારે ત્યાં જવું જ જોઈએ. શેઠને હુ સમજાવી દઈશ અને તમને વાત કરીશ.” બીજે દિવસે તેણે શેઠને વિનંતી કરી, “તાત, જઉં છું. કેમ કે મારે ચૌડ દેશમાં મહત્વનું કામ છે. પોતે વિચારેલું તે મુજબ એણે પણ વિચાર પ્રગટ કર્યો તે સાંભળીને શેઠે કહ્યું, “જે તારે નિશ્ચય હોય તો બેટા, એમ જ કર. પણ તારી પત્નીને લઈને ચૌડદેશમાં જા. કેમકે તારી મિલકત હું ત્યાં જ તને મોકલીશ.” શ્રીદત્તને જ્યારે એણે આ વાત કરી કે “હું જવા તૈયાર છું. તમારે કહેવાનું હોય તે કહી દ” ત્યારે તેણે પણ તેને પિતાની ચિઠ્ઠી આપી અને સંદેશો કહ્યો. આ રીતે સજ્જ થઈને સ્ત્રીને લઈને તે ચાલ્યો. (૧૧૦-૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org