________________
ટિપણું [દરેક કૃતિમાં નિર્દિષ્ટ ક્રમાંક તે સળંગ કડીક્રમાંક છે.] ૧, રાજકીતિ કે કીતિવિરચિત આરામભારાસ
૫. ઉત્તગઃ ઉત્તગ એટલે ઉત્તેગ. ઊંચાં પ્રાસાદને આ વિશેષણ સરળતાથી લાગે, પણ એમાં “ઉજંગ” શબ્દને આગલા વાક્યમાં લઈ જવો પડે, જે દૂરાન્વય થાય. તેથી ઉત્તગીને જનીના વિશેષણ તરીકે લઈ એને ઊંચી કોટિના એવો અર્થ કરે વધારે યોગ્ય લાગે છે.
૯. ચિહુ વેદઃ ચાર વેદ – ઋવેદ, યજુર્વેદ, સામવેદ અને અથવવેદ.
૧૦... વિઘ—ભ તે ગૌમતિ નામ: વિદ્યુત જેવી જેની પ્રભા છે એવી તે ગૌમતી નામે છે.
૧૬. રાખિ રાખિ બહંતઃ ભયભીત એવા મને બચાવ. “ખિ” એટલે અટક, બંધ રાખ એમ અર્થ પણ થઈ શકે. તે નાગકુમાર ગોમતીને તું બીતાં અટક, ડર નહીં” એમ કહે છે એવો અર્થ થાય. પરંતુ બીહંતુ રૂ૫ નાગકુમારને વધારે યોગ્ય રીતે લાગુ પડે તે ઉપરાંત આ પ્રસંગે અન્યત્ર નાગકુમારની પિતાને બચાવવાની જ ઉક્તિ મળે છે.
૧૭. રૂપ.રૂપઃ તમારા રૂપને કેણે નાગનું રૂપ કહ્યું? અથવા તમારું નાગનું રૂપ કહ્યું પણ ખરેખર તમારું રૂપ કયું છે?
૧૮. એવડી કિસી એવી શી વાત બોલે છે? ૨૦. તસ કારણિ તેને કારણે, તેને માટે, તેના ઉપર (ઉપકાર કર્યો). ૨૧. અલ્લ કારણિ અમારે કારણે, અમારે માટે, અમને (વન આપો).
૨૬. કરઈ..તણું : કુણગુરુનું વૃક્ષ ગંધ કરે છે, ફેલાવે છે. આ રીતે આ વણકમાં અન્યત્ર પણ વૃક્ષલક્ષણને નિદેશ થયો છે.
ર૭. કબઃ પ્રાસ દૃષ્ટિએ “કંબ” પાઠ ક૯યો છે, પણ કીબ” તેમ “કંબ દ્વારા કયું વૃક્ષ અભિપ્રેત છે તે વિશે સંશય રહે છે. જુઓ વનસ્પતિ કેશ.
૩૧. ચચઇ સા૨: “ચાર” શબ્દ વૃક્ષનામોની વચ્ચે છે પણ “ચ” વણવાળાં નામવાળાં ચાર વૃક્ષો છે એમ અન્વય કરવાનું છે. આગલી ૩૦મી કડીમાં પણ “ચ્ચાર” સંખ્યાવાચક શબ્દ હતા.
૪૪. અકાલિઃ અકાળે એટલેકે પોતાની ઋતુ ન હોવા છતાં (આ બધાં વૃક્ષો વનમાં ઊગે છે).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org