________________
૮૪ ઃ આરામશોભા રાસમાળા
કરવું.” ત્યારે રાજાએ રાણુની સામે જોયું. તેણે પોતાનાં દાસદાસીના હાથમાં આપીને એ ભેટ પિતાને ગૃહે મોકલાવી. રાજાએ આભારણ વસ્ત્ર-અલંકાર વગેરેના દાનથી બ્રાહ્મણને સત્કાર કર્યો. દેવી પણ પિતાને મહેલે ગઈ. સભા પૂરી થતાં રાજા પોતાના મહેલમાં ગયો. આરામશોભાએ સુખાસન પર બેઠેલા રાજાને વિનંતી
“દેવ, મારા ઉપર કૃપા કરો. નિજ દષ્ટિ કરે, જેથી એ ઘડો અત્યારે ઉઘાડીએ.” આ સાંભળી રાજા બોલે છે, “દેવી, વિચાર ન કરીશ, આ બીજ પણ તેં જે કર્યું છે તે અમને માન્ય છે તો તું જલદીથી ઉઘાડ.” (૪૩-૪૪) તે પછી આરામશોભા ઘડાને જ્યાં ઉઘાડે છે ત્યાં તરત જ મૃત્યુલોકમાં દુર્લભ એવી સુગંધ પ્રસરી રહે છે. તે ગંધથી ખેંચાયેલે રાજા અમૃતફળ જેવા, સુપ્રમાણ દિવ્ય લાડુઓને જુએ છે. અતિકૌતુકપૂર્વક ચકારપક્ષીને૪૪ દેખાડીને રાજાએ
લાડુ ખાધા ત્યારે તે અત્યંત વિસ્મિત થયો. (૪૫–૪૭) તે પછી રાજાએ કહ્યું કે “દેવી, લાડુ અપૂવ રસવંતા છે માટે એક એક તારી બહેનોને મોકલ.” તેણે પણ તેમ કર્યું. ત્યારે તેની માની પ્રશંસા થવા લાગી કે, “બીજ કોઈની આવી આવડત નહીં.”
ત્યાર પછી અગ્નિશર્માએ દીકરીને મોકલવા માટે કહ્યું, “દેવ, દીકરીને થોડા સમય માટે મોકલે, ફરી પાછી તેડી લાવજે.” રાજાએ કહ્યું, “ભટ્ટ, રાજરાણી સૂર્યથી ઓઝલમાં રહે છે.” રાજને નિશ્ચય જાણીને બ્રાહ્મણ પિતાના સ્થાને ગયો. તેણે બધું વૃત્તાંત પિતાની પત્નીને કહ્યું. તે વિચાર કરવા લાગી, “અરે, આ કેમ નિષ્ફળ ગયું? ખરેખર પહેલાંની જેમ જ મીઠું અને વધારે સુંદર અન્ન બીજી વાર કરીશ, જેથી સરસ પરિણામ આવશે.”
કેટલાક દિવસે ગયા પછી ફીણીને કરંડિયે લઈને બ્રાહ્મણને મોકલ્યો. પહેલાંની જેમ તે વટવૃક્ષ પાસે પહોંચ્યો. દેવે તેને જોયે, તેણે વિષ દૂર કર્યું અને પહેલાંની જેમ જ તેની પત્નીની પ્રશંસા થઈ.
ફરીથી એક વાર આરામશોભા સગર્ભા છે એમ સાંભળીને સુપરીક્ષિત તાલપટ વિષથી યુક્ત માંડાથી ભરેલો કરંડિયો સોંપીને કહ્યું, “હવે એવું કરવું કે દીકરીની સુવાવડ અહીં આવીને થાય. જે કેમે કરીને રાજ ન માને તે બ્રાહ્મણસ્વરૂપ દેખાડવું.” “ભલે” એમ કબૂલીને તે ગયો. તે જ વડના ઝાડ પાસે પહોંચતાં તે મીઠાઈનું વિષ દેવે હરી લીધું. તે જ ક્રમથી બધું બન્યું અને બ્રાહ્મણે
૪૪. ઝરવાળે પદાર્થ હોય તો ચર પક્ષીની આંખ રાતી થઈ જાય. આથી રાજગૃહમાં રાજાના ખાદ્ય પદાર્થો ચરપક્ષીને બતાવવાની એક રૂઢિ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org