________________
૮૨ : આરામશાલા રાસમાળા
(નજર ન લાગે તે માટેની વિધિ) થયેલું છે એવા રાજા સ્થાનેસ્થાને પ્રવેશ કરે છે. રાજાએ પ્રવેશ કર્યા ત્યારે રાજારાણીનાં દર્શન માટે ઉત્સુક સૌ લેાકેા કુતૂ હલપૂર્વક ઘરમાંથી બહાર નીકળી આવ્યાં. (૨૮-૨૯) પુરુષા રાજાનું વર્ણન કરે છે અને સ્ત્રીએ રાણીનું વર્ણન કરે છે. ત્યાં કાઈ યુવાન ખેલે છે, “આ નરનાથે ઘણાં પુણ્ય કર્યા છે જેણે, ત્રણે લેાકની યુવતીએના લાવણ્યને જીતનાર, મહાપ્રભાવવાળું અને સંસારસુખની ખાણુ સમાન આવું સ્ત્રીરત્ન પ્રાપ્ત કર્યુ છે.” (૩૦-૩૧) કાઈ વૃદ્ધ પણ કહે છે, “પૂર્વે કરેલાં પુણ્યનું આ પરિણામ છે. માટે આપણે એવું જ કરવું જોઈએ જેથી ખીજા ભવમાં આપણે આવા થઈએ.” (૩૨) બાળકા પણ હાથી ઉપર રહેલાં કળા જોઈને આમ કહે છે, “અરે, અરે, અધધધ, આ તનતનાં ફળ અમને કેવી રીતે મળે ?” (૩૩)
કાઈ સ્ત્રી વળી કહે છે, “અલી અલી, આના અતિશય તા જો.” બીજીએ તેને કહ્યું, “આ સર્વાંનું કારણ દેવપ્રભાવ છે.'’ ખીજીએ વળી કહ્યું, “આની રૂપસંપત્તિ જુએ.’’ ખીજીએ કહ્યું, “વસ્ત્રાભરણાને કારણે જ રૂપ છે.” (૩૪-૩૫) ખીજીએ વળી કહ્યું, “જીવલેાકમાં એના જ જય થાએ, જે રાાની સાથે એક આસને બેઠેલી જઈ રહી છે.” ખીજીએ કહ્યું, “આ સુતનુને તું આવી કેવી રીતે વણુવી રહી છે, જે લેાકેાની સમક્ષ રાજાની સાથે બેસતાં શરમાતી નથી ?’’ (૩૬-૩૭)
બીજી કાઈ કે વળી કહ્યું, “અલી, જો. ભારે મોટું કૌતુક છે કે હાથીના ઉપર સરસ મજાનું ઉદ્યાન છે !' પછી બીજીએ કહ્યું, “આ અમારે માટે કૌતુકની વાત નથી, કારણકે દેવના પ્રભાવથી આવું બધું થાય છે.'' (૩૮-૩૯)
આમ જાતજાતનું ખેલતાં લૉકાની વચ્ચે થઈને તે રાજા પોતાના વિશાળ ભવનમાં પહેાંચ્યા અને હાથી પરથી તે રાણી સાથે ઊતર્યાં. આ બંને અંદર ગયાં ત્યારે તે દિવ્ય ઉદ્યાન દેવકૃપાથી મ ંદિરની ઉપર તરત સ્થિર થયું. (૪૦-૪૧) આ રીતે રાણી સાથે વિષયસુખા અનવરત ભાગવતાં-ભાગવતાં દૌગુ દક દેવની જેમ સમય કયાં ગયે! તેની ખબર ન પડી. (૪૨)
આ બાજુ તેની સાવકી માતાને પુત્રી જન્મી. એ યુવાનીમાં આવી ત્યારે અણુ વિચાયુ, “ો કઈ રીતે પણ આરામશેાભા ન હોય તેા તેના ગુણાનુરાગી રાજા મારી પુત્રીને પણ પરણે. તેથી કાઈ પણ રીતે એવું કરું કે તે ન રહે.” આવું વિચારીને પતિને એણે કહ્યું કે “આરામરોાભાને માટે કંઈ ભાતુંબાતું કેમ મેાકલતા નથી ?” તેણે કહ્યું, “પ્રિયે! ભાતાથી શું? એને શું એવું છે?” તેણે કહ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org