________________
૮૦ : આરામશોભા રાસમાળા રહી. રાતના પાછલા પહોરે ગાયો લઈને વગડામાં ગઈ. દરરોજ આમ કરતાં કેટલાક દિવસો વીત્યા.
એક વખત વગડામાં ઉદ્યાન નીચે એ નિરાંતે સૂતી હતી ત્યારે વિજય યાત્રામાંથી પાછા ફરેલ પાટલિપુત્રના અધિપતિ જિતશત્રુ નામે રાજા એ તરફ આવી પહોંચ્યો. તેણે એ ઉઘાન જોયું. મંત્રીને તેણે કહ્યું, “અહીં જ રમ્ય ઉદ્યાન નીચે પડાવ નાખીએ.” ત્યારે મંત્રીએ પણ “જેવી આજ્ઞા” એમ કહીને મુખ્ય આમ્રવૃક્ષ નીચે રાજનું સિંહાસન મુકાવ્યું. ત્યાં રાજા બેઠો અને પછી – વૃક્ષ નીચે ચંચળ ઘેડાઓના સસ તબેલાઓ ઊભા કરવામાં આવ્યા. પલાણ, ચોકડું વગેરે ડાળીએ મૂકયાં. મોટી ડાળીઓવાળા ઝાડ સાથે મત્ત હાથીઓને મજબૂત રીતે બાંધવામાં આવ્યા. ઊંટ વગેરે વાહનોને જેમ ઠીક લાગે તેમ ઊભાં રાખ-- વામાં આવ્યાં. (૧૯-૨૦)
આ તરફ સૈન્યના પડાવના અવાજથી તે બાળા જાગી ગઈ. અને તેણે હાથીઓ વગેરેના ભયથી ત્રસ્ત થઈને ગાયોને દૂર ગયેલી જોઈ. પછી મંત્રીઓનાં જોતાં જ તે ગાયોને વાળવાને માટે દેડી ગઈ. ત્યારે તેની સાથે ઘોડાઓ. વગેરેને લઈને આખુંયે ઉદ્યાન પણ ગયું. “આ શું, આ શું?” એમ મૂંઝવણથી. ચકળવકળ થયેલી આંખોથી રાજ વગેરે લેકે ઊભા થઈ ગયા. ત્યાર પછી. “આ ઇન્દ્રજાળ જેવું શું જણાય છે?” એમ રાજાએ મંત્રીને પૂછયું. મંત્રીએ કહ્યું, “મને લાગે છે કે ઊંઘ ઊડી જતાં જાગી ઊઠીને બંને આંખો પિતાની હથેળીથી ચોળતી, ભયભીત નજરથી તે બાળા આ પ્રદેશમાંથી ચાલી નીકળી, તેની સાથે આ ઉદ્યાન પણ ચાલી નીકળ્યું. તો એ બાળાનો કે પ્રભાવ જણાય છે. આ કોઈ દેવતા હોવાનો સંભવ નથી, કારણકે એણે આંખો ચોળી. એમાં સાચું શું છે તે જોઉં.”
એમ બોલીને દેડીને તેણે સાદ કર્યો. “શું કહો છો?” એમ બેલતી તે બાળા ત્યાં જ તે ઉદ્યાન સાથે ઊભી રહી. “અહીં આવ” એમ એ મંત્રીએ સાદ પાડયો. તેણે કહ્યું, “મારી ગાયો દૂર ચાલી ગયેલી છે.” મંત્રીએ પણ
અમે લાવી આપીએ છીએ” એમ કહીને ઘોડેસવારોને મોકલ્યા. તેઓ ગાયોને લાવ્યા. તે પણ રાજાની પાસે આવી. ઉદ્યાન એની સાથે જ રહ્યું. પછી રાજાએ તેના અતિશયને – દેવી લબ્ધિને જોઈને, એનું સર્વાગ અવલોકન કયુ. કુમારિકા છે એવું અનુમાન કરીને અનુરાગ ઉત્પન્ન થતાં, મંત્રીના મુખ તરફ જોયું. મંત્રીએ પણ રાજાને ભાવ જોઈને વિધુ...ભાને કહ્યું કે –
હે ભદ્ર, સઘળી પૃથ્વીના સ્વામી, જેના ચરણકમળને અનેક સામંતો નમે છે એવા રાજાઓના રાજાને ઉત્તમ ભર્તાર તરીકે સ્વીકાર કર.” (૨૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org