________________
ભૂમિકા : ૭૯ ને શંકા રાખ્યા વિના મારું કહ્યું કર.” તેને આમ કહીને, તે નાગ ખોળામાં છુપાય. (૧૧-૧૭)
એટલામાં જડીબુટ્ટીઓ હાથમાં લઈને ગારુડિકે આવી પહોંચ્યા. અને તેમણે તે છોકરીને પૂછ્યું, “કેમ બેટા, તેં કઈ એક મહાસાને આ રસ્તેથી જતો જે ?” તે બોલી, “હું ઓઢણી ઓઢીને સૂતી પડી હતી. તે મને કેમ પૂછે છે?” ત્યારે તેમણે કહ્યું, “રે, આ તે બાલિકા છે. જે મહાનાગને જોયો હત તે એને જોઈને બૂમો પાડતી એ નાસી ગઈ હતી. તે ચોક્કસ એણે એને જોયો નથી. આગળ તપાસ કરીએ.” આગળપાછળ જઈને તેને ક્યાંય ન જોતાં “અરે, જોતામાં જ તે કેવો નાસી ગયો !” એમ વિસ્મયથી ફૂલેલી આંખોવાળા તે ગારુડિકે જેમ આવ્યા હતા તેમ પાછા ગયા.
પછી તે છોકરીએ તે સપને કહ્યું, “હવે બહાર નીકળે.” ત્યારે સપના સ્વરૂપમાં રહેલા તે નાગકુમારદેવે પ્રત્યક્ષ થઈને, પિતાનું નાગરૂપ આવરી લઈને તથા દેવરૂપે પ્રગટ કરીને તેને કહ્યું, “બેટા, હું તારા, આ કેઈ ન કરે એવા, પરોપકારવૃત્તિભરેલા, ધેયયુક્ત આચરણથી પ્રસન્ન છું. તે વરદાન માગ, જેથી હું તને એ આપું.” ત્યારે ખૂલતા કુંડલાભરણવાળા દેવને જોઈને તેણે કહ્યું, “તાત, જે એમ હેાય તે માટે છાંયડે કરે, જેથી હું સુખપૂર્વક ગાયો ચરાવું. એના વિના ધામથી ખૂબ પીડાઉ છું.દેવે વિચાર કર્યો, “અરે, બિચારી મુગ્ધા! હું ખુશ થયો ત્યારે પણ આવું જ કહે છે, તો એના પર હું ઉપકાર કરું.” એમ વિચારીને તેના ઉપર છાયેલી એક મોટી વાડી એણે નિર્મિત કરી.
જે જાતજાતનાં મહત્વનાં વૃક્ષોના ભંડાર સમાન છે, જે સર્વ ઋતુમાં ફળ આપે છે, જેની બધી બાજુએ હંમેશાં પુપોના પરાગથી સુવાસિત છે, જે મત્ત ભ્રમરના ગુંજારવથી ભરેલું છે, જેમાં બધેથી સૂર્યનાં કિરણેને પ્રસર રૂંધાયેલો છે, જે ચિત્તને અત્યંત અનુકૂળ છે અને ઉત્તમ પ્રકારના વર્ણને ગંધથી યુક્ત છે એવું ઉઘાન દેવે તેને માટે નિમ્યુ. (૧૮)
અને તેને કહ્યું, “બેટા, મારા પ્રભાવથી આ બગીચો જ્યાં જ્યાં તું જઈશ ત્યાંત્યાં જશે અને તારા ઉપર છાયેલો રહેશે. ઘેર જઈશ ત્યારે તારી ઇચ્છાથી સમાઈ જઈને (નાનો બનીને) તારા ઘર ઉપર રહેશે. આપત્તિકાળ આવ્યું કે કામ પડશે મારું સ્મરણ કરજે.” એમ બોલીને દેવ ગયે. અમૃતફળાના આસ્વાદથી જેની ભૂખતરસ છીપી ગઈ છે એવી તે છોકરી પણ રાત પડી ત્યાં સુધી ત્યાં જ રહી. પછી ગાયોને લઈને ઘેર ગઈ. બગીચો પણ એના ઘર ઉપર રહ્યો. “ખાઈ લે” એમ માતાએ કહ્યું ત્યારે “ભૂખ નથી” એમ ઉત્તર આપીને તે ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org