________________
ભૂમિકા : ૭ ૩ ૧૪. મુખ્ય પ્રતના પાઠને છોડવાની આવશ્યકતા લાગી ત્યાં છોડક્યો છે. મુખ્ય પ્રતના પાકને પાઠાંતરમાં દર્શાવવામાં પણ ઉપરનાં જ ધરણેનું અનુસરણ કર્યું છે.
પરિશિષ્ટ દેવચંદ્રસૂરિવિરચિત આરામશોભાથાનક
[આ સૌથી પ્રાચીન આરામશોભાકથાનક હોઈ એક ભૂમિકા લેખે એન. અનુવાદ અહીં આપ્યો છે. અનુવાદમાં જે પરિચ્છેદેને છેડે ક્રમાંક છે તે કથાને પદ્યભાગ છે.]
અહીં દ્વીપ અને રામુદ્રોની વચ્ચે જંબુદ્વીપ નામના દ્વીપમાં ભરત નામનું છ ખંડનું સુપ્રસિદ્ધ ક્ષેત્ર આવેલું છે. અને તેના મધ્યમ ખંડ ગાયભેંસથી ભરેલે, અતિરમ્ય, દેશમાં ગુણનિધાન, કુટ્ટ (કુશાવર્તા, પા. કુશલ) નામે શ્રેષ્ઠ દેશ આવેલો છે. (૧-૨)
અને તેમાં પરિશ્રમથી થાકેલાં સ્ત્રી-પુરુષનાં હૃદય શ્વાસથી ભરેલાં હોય એમ ધનધાન્યથી ભરેલું, મહામુનિ સંયમથી શોભતા હોય તેમ કેટકિલ્લા આદિથી રક્ષિત, કામિનીને માથા પર સેંથે હોય તેમ સુનિશ્ચિત સીમાઓવાળું સ્થલાશ્રય નામનું મોટું ગામ આવેલું છે.
તે ગામ આનંદકિર્લોલ કરતા સેંકડે લેકથી રમણીય બનેલું, દુષ્ટ રાજઓ અને ચારેને માટે દુગમ્ય, દાન-દયા-સંયમનું સ્થાન અને સર્વ ગુણોથી યુક્ત છે. (૩)
તે ગામ સ્વરૂપથી જ ઝાડ વિનાનું હતું, અને વળી તે ગામની ચારે. દિશાએ પણ ઘાસફૂલ સિવાય કોઈ અન્ન થતું નહતું. જેજ સુધીના ભૂમિભાગ પર કોઈ પણ ઝાડ ઊભેલું નહોતું. (૪)
અને આ ગામમાં વેદાદિ શાસ્ત્રોનો અભ્યાસી અગ્નિશર્મા નામને બ્રાહ્મણ રહેતા હતા. તેને જવલનશિખા (પા. ચંડરુદ્રા) નામે પત્ની હતી. વિષયસુખ ભોગવતાં તેમને એક પુત્રી જન્મી. તેનું નામ વિઘુપ્રભા પાડવામાં આવ્યું. તે અત્યંત રૂપ અને અન્ય ગુણેથી યુક્ત હતી. અને વળી –
અપાર રૂપથી સુરાંગનાઓને એણે જીતી લીધી છે, ગતિ અને વાણીથી, શ્રેષ્ઠ હંસોને જીતી લીધા છે, સૌમ્યતામાં તે જાણે ચંદ્રલેખા હોય એમ લાગે. છે, સૌભાગ્યમાં તે પાર્વતીની જેમ શોભે છે. દક્ષ છે, વિનીત છે, ગુરુજનો પ્રત્યે ભક્તિવાળી છે. સ્ત્રીઓને શોભારૂપ એવાં કલાશાસ્ત્રોથી યુક્ત છે. સત્ય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org