________________
૭૮ : આરામશોભા રાસમાળા
શૌચ, શીલથી અલંકૃત છે. સરલ સ્વભાવની છે અને એ કયારેય વક્ર થતી નથી. (પ-૬)
જ્યારે તેનાં આઠ વર્ષ પૂરાં થયાં ત્યારે તેની માતા રોગ-જરા-કલેશરૂપી -દાઢીવાળા વિકરાલ મૃત્યુના મુખમાં પ્રવેશી. ત્યાર પછી તેણે સાવ ઘરકામ કરવું શરૂ કર્યું. જેમ કે
પ્રભાતે ઊઠીને ગાય દેહે છે, તે પછી છાણ લીંપવું, વાળવું વગેરે સર્વ કરીને, ગાયો ચરાવવા જાય છે અને વળી મધ્યાહ્નકાળે ગાયો લાવીને ફરીથી ગાયો દેહે છે. પિતાને જમાડીને પછી બાળા પોતે જમીને, ગાયોની રક્ષાને માટે જાય છે. ફરીને સાંજે પાછી ફરે છે. સાંજનું બધું કામ કરીને નિદ્રાક્ષ કરે છે. આ પ્રમાણે ઘરકામ માટે એ બાળા હમેશાં ખડા પગે રહે છે. (૭–૧૦)
પછી કોઈ એક દિવસે ખૂબ થાકેલી એ બાળાએ શરમ છેડીને પિતાને કહ્યું, “પિતાજી, એવું કંઈક કરો કે મારે માતા હોય, કેમ કે હું ઘરકામ કરતાં થાકી ગયેલી છું.” ત્યારે “સારું કહ્યું” એમ માનીને પિતા કોઈક સ્ત્રીને લઈ આવ્યા. તે સ્ત્રી પણ તે છોકરી ઉપર ભાર નાખીને સ્નાન-વિલેપન-વિભૂષણ વગેરેમાં રચીપચી રહે છે. ત્યારે વિદ્યુ—ભાએ વિચાર્યુ કે “સુખને માટે મેં આ યુ હતું, ત્યાં મારા સંતાપ બેવડા.” તે સવારે બહાર જાય છે અને ભોજનસમય વીત્યા પછી પાછી આવે છે. એ વખતે જે કંઈ વધ્યુંઘટયું હોય તે ખાઈને તે જાય છે અને ફરી રાત્રે પાછી આવે છે. આ પ્રમાણે ખૂબ દુખપૂર્વક બાર વર્ષ વીતાવ્યાં. એક દિવસે ગાયો ચરતી હોય છે ત્યારે છાંયડાના અભાવે ખડની વચ્ચે તે સૂતેલી હોય છે. એટલામાં તે સ્થળે નાગ આવી પહોંચ્યો. જેમકે –
ખૂબ કાળા રંગને, મોટી કાયાવાળો, રાતી આંખવાળે, બે ચંચળ જીભવાળા, ફેણ ચડાવેલો, ત્વરિત ગતિવાળા, ભયભીત બને તેની પાસે આવ્યો. જેના દેહમાં નાગકુમારદેવ રહેલ છે એ તે મનુષ્યવાણુમાં બોલે છે અને કોમળ વચનોથી તેને ઉઠાડે છે. તેને ઊઠેલી જોઈને હવે નાગ આ પ્રમાણે કહે છે, દીકરી, ભયભીત બનેલો હું તારી પાસે આવ્યો છું. મારી પાછળ જમ જેવા દુષ્ટ ગારુડિકે દેડી રહ્યા છે. એમના કરંડિયામાં મારો દેહ દબાવીને રાખવામાં આવે એ રીતે હું દુઃખી થવા માગતા નથી. તે હે બાળા, તારા ખેાળામાં ઓઢણીથી ઢાંકીને મારી રક્ષા કર. ભય રાખીશ નહીં, પુત્રી. મને બરાબર ઢાંકી દે- છુપાવી દે. કારણ હું નાગકુમારના દેહમાં અધિષ્ઠિત હોવાથી એમના (ગારુડિકેના) મંત્રદેવતાની આણ ઓળંગવા શક્તિમાન નથી. તે ડરીશ નહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org