________________
૭૬ : આરામભા રાસમાળા
૩. ઉદ્ભૂત સંસ્કૃત શ્લોક અને પ્રાકૃત ગાથાઓમાં સામાન્ય રીતે જોડણીદેષભાષાદેષ સુધારી લીધા છે.
૪. ચરણ તે એક દંડ અને કડીને અંતે બે દંડ એવી વિરામચિહ્નની વ્યવસ્થા સામાન્ય રીતે જોવા મળે છે, પણ એ એકધારી નથી હોતી તેમ કોઈ હસ્તપ્રત વિરામચિહ્નોનો ઉપયોગ ન કરે એવું પણ બને છે (જેમકે અહીં રાજકીર્તિની કૃતિની પ્રત). અહીં અલ્પવિરામ અને પૂર્ણવિરામની એકધારી વ્યવસ્થા નિપજાવી, બિનજરૂરી વિરામચિહ્નો ટાળ્યાં છે.
૫. અવતરણચિહ્નો મૂળમાં નથી તે અહીં વાચનની સરળતા માટે ઉમેર્યા છે.
૬. કડીઓને અંતે ધ્રુવાઓના સંકેતો આવે છે તે હમેશાં એકસરખા નથી હતા. અહીં એકસરખા કરી લીધા છે.
૭. મૂળમાં ઘણી પ્રતોમાં ઢાળક્રમાંક છેલે છે તે “ઢાલ” પછી લઈ લીધે છે, જેમકે “ઢાલ બિંદલીની. ૧”ને સ્થાને “ઢાળ ૧ : બિદલીની” એમ કહ્યું છે.
૮. કડીક્રમાંક ધુવાસંકેતની પહેલાં છે તે પાછળ લીધે છે, જેમકે “૧ સ.”ને સ્થાને “સ.૧” કર્યું છે.
૯. આંકણીની પંક્તિ કે કડી સામાન્ય રીતે પહેલો કડીક્રમાંક મૂક્યા પછી આવે છે, અહીં એને પહેલી કડીમાં સમાવી કડીક્રમાંક તે પછી મૂકયો છે. કોઈક વાર આંકણની કડીને સ્વતંત્ર કડીક્રમાંક અપાયો છે તે રહેવા દીધું છે.
૧૦. ઢાળક્રમાંક ને કડીક્રમાંક આપવાના રહી ગયા હોય, ખોટા અપાયા હોય તે સઘળું સુધારી લીધું છે. જિનહર્ષની કૃતિમાં તો આ કારણે પાઠ પણ - સુધારવાનો થયો છે. ઉદ્ભૂત કાદિને કેટલીક વાર સ્વતંત્ર કડીક્રમાંક અપાયા
છે તેને અહીં સળંગ આવતો કડીક્રમાંક આપી દીધો છે. સળંગ કડીક્રમાંક - જે કૃતિઓમાં નથી ત્યાં [ ] કૌસમાં સંપાદક તરફથી મૂક્યા છે.
૧૧. ઉપરના પ્રકારના સઘળા ફેરફારે ખાસ આવશ્યકતા વિના પાઠાંતરમાં દર્શાવ્યા નથી પણ ઢાળ-કડી-સંખ્યાના ફેરફારોને નિર્દેશ કર્યો છે.
૧૨. જોડણી-અનુસ્વારભેદેન પ્રકારના ગૌણ પાઠભેદ પાઠાંતરમાં સમાવ્યા નથી, સિવાય કે એથી અથભેદ થતા હોય. શબ્દભેદે બધા નોંધ્યા છે. સપષ્ટ લેખનદેષ કે ભ્રષ્ટ પાઠ જણાયા તે સુધારી લીધા છે. ક્યાંક વિકલ્પ રૂપે સુધારેલ પાઠ [ ] કૌંસમાં આપ્યો છે.
૧૩. મહત્વના પાડભેદ સામાન્ય રીતે પાઠાંતરમાં જ નોંધ્યા છે પણ રાજસિહની કૃતિમાં મૂળ પ્રતમાં જ પાછળથી હાંસિયામાં ઉમેરેલી દેશીઓ અહીં મુદ્રિત પાડમાં જ કસમાં સમાવી લીધી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org