________________
ભૂમિકા : ૭૧ આ પ્રતને ઉપયોગ કરીને નવીનચંદ્ર એન. શાહે આ કૃતિ સંપાદિત કરી સ્વાધ્યાય પુ.૧૫ અંક ૨-૩-૪માં પ્રગટ કરી છે. પરંતુ અહીં પ્રતને સીધો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. શ્રી શાહના સંપાદનમાં ઘણું વાચનદોષ રહી ગયા છે.
ખઃ મુનિરાજ શ્રી હંસવિજયજી શાસ્ત્રસંગ્રહ શ્રી જૈન જ્ઞાન મંદિર, વડોદરા પ્રતિક્રમાંક ૨૦૦૮. ૧૩ પત્ર, લંબાઈ ૩૫ સે.મિ. પહેલાઈ ૧૧ સે.મિ., હાંસિયો બને બાજ ૨ સે.મિ., ઉપરનીચે કરી જગ્યા આશરે ૧ સે.મિ. હસ્તપ્રતની દરેક બાજુએ ૧૪ લીટી છે. પહેલા પત્રની પહેલી બાજુએ ૧૩ અને છેલ્લા પત્રની છેલ્લી બાજુએ ૯ લીટી છે. દરેક લીટીમાં આશરે ૩૧ અક્ષર છે. હાંસિયામાં સુશોભન કરેલું છે. પાછલી બાજુએ જમણું હાંસિયામાં નીચે પત્રક્રમાંક લખેલ છે.
અક્ષરે ચોખા સુઘડ છે, પરંતુ લેખનની ગરબડો ઘણી છે. “ધને સ્થાને બ” અને “બને સ્થાને “વ લખાયેલ છે તે ઉપરાંત લિપિચિહ્નોમાં બેવડાપણું છે – જેમકે છે (“એ'), રૂિ (‘ઈ'), ફી (“ઇ”). અનુસ્વારની અરાજકતા છે. ઘણે સ્થાને નથી અને કયાંક વધારાના છે. દંડ ચરણ વચ્ચે પણ ખૂબ આવે છે. કડીક્રમાંકમાં પણ ગોટાળા છે – કયાંક રહી ગયા છે, કયાંક બેવડાયા છે. પ્રતમાં ઘણું છેકછાક તથા સુધારાવધારા થયેલ છે. પાઠ ઘણે ભ્રષ્ટ છે.
પ્રતને આજુબાજ પાણીના ડાધ લાગેલા છે અને જમણી બાજુ થોડી ખવાયેલી પણ છે.
પ્રત સં.૧૬૫૧માં લખાયેલી છે. પ્રતનો આરંભ આ મુજબ છે: શ્રી ગુરુભ્યાં નમઃ.
પુપિકા આ મુજબ છે : ઇતિ શ્રી આરામશોભાસતિચરિત્ર સંપૂરણું. સુભ ભવતી. છ. સંવત ૧૬૫૧ વિર મિતી જેઠ સુદિ ૭ સુક્લ પખે વારિસ શ્રી ગુણચંદ્ર તસ સીષ શ્રીવંતં લિખત. શ્રી વિકાનયરિ મધે સ્મઃ મહિયાકઈ ઉપાસરઈ માહી લિખી છઈ. સુભ ભવતી. છ. 9. છ.
ક પ્રતનો પાઠ અહીં સામાન્ય રીતે સ્વીકાર્યો છે. પણ આ પ્રત ઉપયોગી લાગી ત્યાં એનો લાભ લીધે છે. સમય-મેદવિરચિત આરામશોભાચોપાઈ
આ કૃતિની ત્રણ હસ્તપ્રત જાણવા મળી છેઃ
ક: લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, પ્રતિક્રમાંક ૭૬૮૭. ૧૧ પત્ર, લંબાઈ ૨૬ સે.મિ., પહોળાઈ ૧૧ સે.મિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org