________________
ભૂમિ
: ૭૩
ક પ્રતનો પાઠ અહીં સામાન્ય રીતે સ્વીકાર્યો છે, પણ ખ પ્રતને આવશ્યક લાભ ઉઠાવ્યો છે. કે પ્રતના ખંડિત અંશે પૂરતો ખ પ્રતને જ આધાર લીધો છે. પંજાઋષિવિરચિત આરામશોભાચરિત્ર
આ કૃતિની એક જ પ્રત જાણવા મળી છેઃ
મૂળ સાગર પ્રતક્રમાંક ૩૪૯, હાલ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, પ્રતિક્રમાંક ૨૧૦૩૩.૧૪ પત્ર, લંબાઈ ૧૪ સે.મિ, પહોળાઈ ૧૧.૫ સે.મિ, હાંસિયો બન્ને બાજુ ૨ સે.મિ., ઉપરનીચે કરી જગ્યા ૧.૩ સે.મિ. પત્રની દરેક બાજુએ ૧૩ લીટી, છેલ્લી બાજુએ ૫ લીટી. દરેક લીટીમાં આશરે ૪૦ અક્ષરે. પાછલી બાજુએ ડાબા હાંસિયામાં મથાળે “આરામસભા ચઉપધ” પાછળથી લખેલું જણાય છે, જમણા હાંસિયામાં નીચે પત્રાંક. વચ્ચે કેરું ચોખંડે છેડેલું છે.
અક્ષરો એકધારા સુઘડ છે. પડિમાત્રા ક્યાંક-કયાંક વપરાયેલી છે. “ખ” માટે બધે ૫ વપરાય છે, “જ' માટે કેટલીક વાર ર વપરાય છે, “ડ” અને “દ” માટે બે લિપિચિહ્નો જોવા મળે છે ને બને સ્થાને “વ” લખવાનું વલણ પણ છે. પ્રત ઠીકઠીક સુધારેલી-વધારેલી છે. ક્યાંક સુધારા બેટા છે.
પ્રત સં.૧૬ દરમાં એટલે રચાયા પછી દશ વર્ષે લખાયેલી છે. લિપિકાર ચેલા આણંદ તે કદાચ કર્તા પૂજાઋષિના જ શિષ્ય હોય.
પ્રતને આરંભ આ મુજબ છે: ઐ નમઃ શ્રી ગુરુભ્યો નમઃ.
પુપિકા આ મુજબ છે : સંવત ૧૬ ૬૨ વર્ષે ભાદ્રવ વદિ ૧૪ સેપે. યાદશ્ય પુસ્તકે દષ્ટ તાદશ્ય લખતે મયા યદિ સુદ્ધમશુદ્ધ વા મમ દેશો ન દીયત. ૧ શ્રી છ. ચેલા આણંદ લખિત. શ્રી. છે. શ્રી.
આ જ પ્રત પરથી સંપાદિત થયેલી વાચના પ્રસિદ્ધ થયેલી છે (માહિતી માટે જુઓ આ પૂર્વે પૂ.૩૨) પરંતુ અહીં મૂળ પ્રત પરથી સ્વતંત્ર રીતે સંપા‘દન કરવામાં આવ્યું છે. મુદિત પાઠમાં કઈક પાઠદોષ જણાયા છે ને ક્વચિત સુધારા છે તે આવશ્યક જણાયા તે પાઠાંતરમાં નોંધ્યા છે. રાજસિંહવિરચિત આરામશોભાચરિત્ર
આ કૃતિની એક પ્રત મળી છેઃ
બાઈ વીરબાઈ જૈન પુસ્તકાલય, પાલીતાણા, પ્રતિક્રમાંક ૧૯૨૯, ૧૬ પત્ર, લંબાઈ આશરે ૨૫ સે.મિ., પહોળાઈ ૧૧ સે.મિ., હાંસિયો બન્ને બાજુ ૨ સે.મિ., ઉપરનીચે કરી જગ્યા ૧ સે.મિ., પત્રની દરેક બાજુએ ૧૬ લીટી, છેલી લખાયેલી બાજુ પર ૭ લીટી. દરેક લીટીમાં આશરે ૪૦ અક્ષરો. પહેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org