________________
૭૨ : આરામશોભા રાસમાળા
હાંસિયો બન્ને બાજુ ૧.૫ સે.મિ, ઉપરનીચે કરી જગ્યા ૧૫ સે.મિ. હસ્તપ્રતની દરેક બાજએ ૧૫ લીટી, છેલી બાજએ ૧૪ લીટી. દરેક લીટીમાં આશરે ૪૫ અક્ષરે. પાછળની બાજુએ ડાબા હાંસિયામાં મથાળે “આરામશોભા ઉપઈ” તથા પત્રાંક લખેલ છે, જમણા હાંસિયામાં નીચે માત્ર પત્રાંક લખેલ છે. દરેક પત્રમાં વચ્ચે કરું ચોખંડું.
અક્ષરે સુઘડ, એકધારા. પ્રત ચોખ્ખી, ક્યાંક જ સુધારેલી. પડિમાત્રાનો થોડોક ઉપયોગ થાય છે. “ખને માટે જ વપરાય છે, “વને માટે કેટલીક વાર બ” વપરાય છે ને બે પ્રકારના “દ” મળે છે. વચ્ચે કોઈ પત્ર થોડા અક્ષર પૂરતું ખંડિત છે.
હસ્તપ્રતને લેખનસંવત નથી, પરંતુ અનુમાને સં.૧૭મી સદી ઉત્તરાર્ધ ગણી શકાય. એટલે કે કૃતિ રચાયા પછી થોડાં વર્ષોમાં પ્રતિ લખાયેલી હોય એવા સંભવ છે.
પ્રતની પુપિકા આ મુજબ છેઃ ઈતિ શ્રી જિનપૂજવિષયે. આરામસભા ઉપઈ.
ખ: લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, પ્રતિક્રમાંક ૪૩૦૮. ૨૨ પત્ર, પણ પહેલું પત્ર નથી. લંબાઈ ૨૧.૫ સે.મિ., પહોળાઈ ૧૦.૫ સે.મિ., હાંસો બને બાજ ૨ સે.મિ., ઉપરનીચે કોરી જગ્યા ૧ સે.મિ. પત્રની દરેક બાજુએ ૧૧ લીટી, છેલ્લી બાજુએ ૮ લીટી. દરેક લીટીમાં ર૭થી ર૯ અક્ષરે. પાછળની બાજુએ જમણું હાંસિયામાં નીચે પત્રાંક લખેલ છે.
અક્ષરે મોટા એકંદરે સુવાચ્યું. પ્રત કેટલેક ઠેકાણે સુધારેલી છે. “ખ માટે q વપરાય છે ને બે પ્રકારના “દ મળે છે.
હસ્તપ્રતને લેખનસંવત નથી, પણ અનુમાને સં.૧૭મીને ઉત્તરાર્ધ કે ૧૮મીને પૂર્વાધ ગણી શકાય.
પુપિકા આ મુજબ છેઃ ઇતિ શ્રી જિનપૂજાવિષેએ આરામસભા ચતુષ્પદી સંપૂર્ણા. પં. રનવધન આત્મકૃત લિપીકૃત શ્રી જગન્નારણી મધે લિખતાં સંપૂર્ણ. ઇતિ શ્રી વિમલપ્રભુપ્રાસાદાત. શ્રીરતુ.
ગ: અગરચંદ નાહટાને અભય ભંડાર પ્રતિક્રમાંક ૩૩૩૯ ૯ પત્ર. જેને ગૂર્જર કવિઓ' (પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૮૯૭–૯૯, બીજી આવૃત્તિ ભા.૨ પૃ. ૨૭૨-૭૪)માં આ માહિતી, આરંભ-અંતની થોડી કડીઓ સાથે નોંધાયેલી છે. પ્રત જોવા મળી નથી.
પ્રતનો આરંભ આ મુજબ ગંધાયો છે. શ્રી ગૌડી પાર્શ્વનાથાય નમઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org