________________
ભૂમિકા : ૬૯
રાજકીર્તિકે કીર્તિવિરચિત આરામભારાસ
આ કૃતિની બે પ્રત જાણવા મળી છેઃ
ક: મુનિરાજ શ્રી હંસવિજયજી શાસ્ત્રસંગ્રહ, શ્રી જૈન જ્ઞાનમંદિર, વડોદરા પ્રતિક્રમાંક ૧૭૭૮. ક પત્ર, લંબાઈ ૨૫ સે.મિ. પહેલાઈ ૧૨ સે.મિ., હાંસિયો બન્ને બાજુ ૩૩ સે.મિ, હસ્તપ્રતની દરેક બાજુએ ૧૫ લીટી, છેલા પત્રની પાછલી બાજુએ ત્રણ લીટી. દરેક લીટીમાં ૪૩થી ૪૬ અક્ષરો. પાછળની બાજુએ જમણી તરફના હાંસિયામાં નીચે પત્રક્રમાંક. દરેક પત્રમાં વચ્ચે કોરું ખંડું કરી એમાં ચાર અક્ષર ગાઠવ્યા છે. દંડને ઉપયોગ નથી, કવચિત કડી પૂરી થાય છે ત્યાં અધવિરામ (૯) મૂકેલ છે.
અક્ષરો સામાન્ય રીતે સુઘડ, એકધારા, પણ કેટલેક ઠેકાણે રેળાઈ ગયા છે. “ઈ કયાંક પાછળથી ઉમેરાયેલો છે. પડિમાત્રાને ઉપયોગ છે. અનુસ્વાર ઘણું ઝીણું છે ને અનુસ્વારનું ખૂબ વલણ છે – ખાસ કરીને નાસિકના સંયોગે. “ખ” માટે 7 અને બન્ને ચિહ્ન છે, તેમ “ડ” અને “દ” માટે પણ બે ચિહ્યો છે. કવચિત “બ”ને સ્થાને “વ' વપરાય છે, જેમકે “બ્રાહ્મણ. જોડણીમાં એકરૂપતા નથી.
પ્રતની સ્થિતિ એકંદરે સારી છે. ડાબી બાજને હાંસિયો પાણીથી ભીંજચેલો છે અને બધાં પાનાંનો ખૂણાને કેટલોક ભાગ ખવાયેલો છે.
પ્રતને લેખનસંવત નથી. પ્રતિ હંસચંદ્રમણિના કેઈ શિષ્ય લખેલી છે. પરંતુ એ કયા હેમચંદ્રગણિ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી, તેથી પ્રતને લેખનકાળ પણ નિશ્ચિત થઈ શકે તેમ નથી. પરંતુ પડિમાત્રાનો ઉપયોગ વગેરે જતાં પ્રત આ પછીની 4 પ્રતથી બહુ મોડી ન પણ હોય. એટલે કે પ્રત સં.૧૬મી સદીમાં લખાયેલી હોવાનું અનુમાન થઈ શકે.
પ્રતને આરંભ આ મુજબ છે: પંડિત શ્રી હંસચંદ્રગણિપાદારવં[વિં]દે નમઃ,
પ્રતની પુષ્પિકા આ મુજબ છેઃ ઇતિ શ્રી આરામશોભારાસ સંપૂર્ણ. લખિત શ્રી ઋષભજિનસાંનિધ્યાત.
ખ : ભોગીલાલ સાંડેસરાએ નોંધેલી પ્રત. એમણે પં. અમૃતલાલ ભોજક પાસેથી પોતાને મળી હોવાનું નોંધ્યું છે પણ પછીથી એમણે મને જણાવેલું કે એમણે એ ઉતારી નહોતી (તા. ૧૫-૪-૦૮ને પત્ર). અમૃતલાલ ભેજકને પ્રાચ્ય વિદ્યા મંદિર, વડોદરામાં આપ્યાનું સ્મરણ છે, પણ ત્યાં આ પ્રત જેવા
૪૨. ઇતિહાસની કેડી, ૧૯૪૫, પૃ.૧૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org