________________
ભૂમિકા : ૧૭ અન્ય એક લેકકથામાં૩૮ વાદીઓથી નાગને બચાવનાર ડેશીને એ નાગદેવતા ચમત્કારિક વીંટી આપે છે એ પ્રસંગ છે. એમાં આવા દેવતાઈ નાગને વાદીઓને કેમ ડર હોઈ શકે એ કેયડાનો ખુલાસે પણ છે. નાગદેવતા ડોશી પાસે ખુલાસો કરે છે કે અમારું દેવત અમારા દેવતાઈ મહોરામાં છે, હું એ મહારે ઘેર ભૂલીને નીકળી ગયો છું. આરામશોભાની કથામાં મંત્રશક્તિ દેવશક્તિથી ચડિયાતી છે એ ખુલાસો આવે છે. અન્ય નાગકથાઓ આવો કશો ખુલાસો આપતી નથી.
કૃતજ્ઞ સપને લગતા પ્રાગ્ય અને પાશ્ચાત્ય લેકકથાસાહિત્યના ઉલ્લેખ ટોની–પેન્ઝર, ૧, ૧૦૧, પાદટીપમાં ૩૮ કૃતજ્ઞ પ્રાણુના સંદર્ભે મિસિસ બન્સના સુચિક્રમાંક ૪૭ પર તેમજ મૃત્યુમાંથી બચાવનાર પ્રત્યે કૃતજ્ઞ પ્રાણીના સંદર્ભે સિનના સૂચિક્રમાંક બી ૩૬૦ પર નોંધાયેલા છે તે જોતાં આ કથાઘટક પણ ઘણું વ્યાપક હોવાનું પ્રતીત થાય છે. ડો. સત્યેન્દ્ર પણ કૃતજ્ઞ સર્ષની એક લેકકથા વર્ણવે છે.૪૦ રાકનું હાનિરહિત થવું
આરામશોભાની કથામાં અપરમાએ બનાવીને મોકલેલી ઝેરની મીઠાઈઓ નાગદેવ અમૃતમય બનાવી દે છે એવું વૃત્તાંત છે. ડે. સાંડેસરા આરામશોભાની વાર્તા નામફેર, સહેજ ફેરફાર સાથે ગુજરાતમાં જૈન જૈનેતર સ્ત્રીઓ, બાળાઓમાં પ્રસિદ્ધ હોવાનું જણાવે છે તેમાં ઓરમાન મા રાખના રોટલાનું ભાતું બનાવીને દીકરીને ગાયો ચારવા મોકલે છે અને ગાયનું દૂધ દીકરીએ રાફડામાં રેડેલું એટલે નાગદેવ રોટલા અમૃતમય બનાવે છે એમ આવે છે.'
આરામશોભાથાને ઘણી મળતી આવતી ત્રણ લોકકથાઓ મળે છે એ આપણે આગળ જોયું. એ ખાસ નોંધપાત્ર છે કે એમાં અપરમાએ મોકલેલ ઝેરયુક્ત મીઠાઈને નાગદેવતા અમૃતમય કરી નાખે એવું કથાઘટક સચવાયું નથી. એક લોકકથા(આચાર્ય)માં અપરમાતા સાવકી છોકરીને છાણમિશ્રિત રોટલા આપે છે એવું વૃત્તાંત છે, પણ ત્યાં ઉપર નેધી તેવી રોટલાને અમૃતમય કરી નાખવાની વાત નથી.
ખોરાકનું દેવકૃપાથી પરિવર્તન અન્યત્ર પણ જોવા મળતું કથાઘટક છે. ૩૮. લોકસાહિત્યની નાગકથાઓ, પુ.૧૦૮-૨૩ - નાગનું વરદાન, જેઠાલાલ ત્રિવેદી, ૩૯. મદનમેહના, સંપા. ડે. હરિવલ્લભ ભાયાણ, પૃ.૪૯. ૪૦. લોકસાહિત્યવિજ્ઞાન, ડો. સત્યેન્દ્ર, પૃ.૨૩૯. ૪૧. ઇતિહાસની કેડી, ડો. ભેગીલાલ સાંડેસરા, પૃ.૧૮૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org