________________
ભૂમિકા : ૧૫ ગુજરાતી જોકકથામાં જોવા મળે છે. એમાં સાસરિયામાં સંતાપ વેઠતી સગર્ભા સ્ત્રીને શ્રાદ્ધના દિવસોમાં ઘરે ખીર ખાવા મળતી નથી, પણ એ હાંડલામાં વળગેલા ઉખરડા પાટલીમાં બાંધીને પાણિયારીએ જાય છે. ત્યાં એક સગર્ભા નાગણી એ ઉખરડા ખાઈ જાય છે અને પેલી સ્ત્રી પોતાના ઉખરડા ખાઈ જનારને ગાળભેળ દેવાને બદલે આશિષ આપે છે તેથી નાગણી, જેને પિયરમાં કઈ નથી એવી એ સ્ત્રીની ધરમની મા બની જાય છે. પછી સમસ્ત નાગેલેક એ સ્ત્રીનાં પિયરિયાં તરીકે સમગ્ર વ્યવહાર કરે છે અને એનું ઘર અભરે ભરે છે. ૩૪ ખીરના ઉખરડાને બદલે વધેલા દૂધપાકનો કટારે હોય એવું આ કથાનું રૂપાંતર પણ મળે છે.૩૫
આ લોકકથા ઘણી પ્રાચીન હોવાના સગડ મળે છે. રાજશેખરના “ચતુવિંશતિપ્રબંધ (ઈ.૧૩૪૯)માંની “આર્યન દિલપ્રબંધ'ની કથા આ પ્રકારની જ
છે. એમાં વિરાટવા ખીરને ઘડે લઈને છાનીમાની જળાશયે જાય છે અને નાગણ એ ખીર પી જાય છે. એમાં પણ પછીથી નાગલેક વૈરાટથાના સર્વ વ્યવહાર કરે છે. ૩૬
વૈરાટયા” અથવા “વરાટી' મહાવિદ્યા (મહાદેવી) ઈ. પહેલી સદી કરતાંયે પ્રાચીન સમયથી અસ્તિત્વ ધરાવતી હોવાની પ્રતીતિ મળે છે. એટલે આ લેકકથાનાં મૂળ ઘણાં પ્રાચીન હોવાનું સમજાય છે.
આરામશોભાની કથામાં દુઃખિયારી વહુને નહીં પણ સાવકી પુત્રીને નાગદેવતા સહાયરૂપ થાય છે. આવું વૃત્તાંત આગળ નિદેશેલી લોકકથાઓમાં મળી આવે છે. એક કથા (મજમુદાર ચે.)માં આરામશોભાની કથાની જેમ જ નાગદેવતા કુવામાં પડતી સુશીલાને ઝીલી લઈને પાતાળલેકમાં રાખે છે અને એની કૃપાથી સુશીલા પિતાના પુત્રને રમાડવા જઈ શકે છે, પરંતુ એમાં સુશીલાએ નાગદેવતા પર પૂર્વે કેઈ ઉપકાર કર્યાની વાત નથી.
૩૪. કંકાવટી ભા.૧, સંપા. ઝવેરચંદ મેઘાણ, પૃ.૬૭-૬૮. - ૩૫. જુઓ લોકસાહિત્યની નાગકથાઓ, પૃ.૨૨૭–૩૪ - દુખિયારી વહુ, શંકરભાઈ તડવી.
૩૬. વિગતે કથા માટે જુએ નાગપુત્રી, ભોગીલાલ સાંડેસરા, નવચેતન, નવે – ડિસેં. ૧૯૭૪, પૃ.૫૮-૬૦.
3. જઓ ઇકોનોગ્રાફી એવ ધ સિફટિન જૈન મહાવિદ્યાઝ, ડે. યુ. પી. શાહ, જર્નલ એવું ઘ ઇન્ડિઅન સોસાયટી એવું એરિએન્ટલ આર્ટ, ૉ.૧૫, પૃ.૧૧૪-૧૭. (પંચદંડ, સંપા. ડે. સોમાભાઈ ધૂ. પારેખ, પૃ.૨૮૬ પર ઉલિખિત.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org