________________
૬૮ : આરામભા રાસમાળા
સનના સૂચિક્રમાંક ડી ૧૮૪૦.૧.૨.૧ પર સંતના આશીર્વાદથી ઝેરયુક્ત ખાદ્ય કે પેય હાનિરહિત થઈ જવાનું કથાઘટક નોંધાયેલું છે. શરતભંગનું પરિણામ
આરામશોભાની કથામાં નાગદેવ પુત્રને રમાડવા જતી આરામશોભાને સૂર્યોદય પહેલાં આવી જવાની શરત મૂકે છે અને એ સમયમર્યાદાને ભંગ થતાં પોતે મૃત્યુ પામશે એમ કહે છે. સિડ્રેલાની કથામાં આને મળતું વૃત્તાંત આપણને મળે છે. એમાં સિલાને પાછા ફરવા માટે દેવીએ અધરાત્રિની સમયમર્યાદા મૂકેલી છે અને એ સમયમર્યાદા વટી જતાં સિન્ડેલાને સઘળે વિભવ જતા રહે છે. સમયના બંધન અને એમાં વિલંબ થવાનાં કથાઘટકે શેમ્પસનના સૂચિક્રમાંક સી ૭૧૩.૧ (મેરમન્સ વાઈફ નૈટિ ટુ સ્ટે ટિલ ચર્ચ બેનિડિફશન), સી ૭૧૩.૩.૧ (બીસ્ટ હસબન્ડ ટેઇગ ટ્રે લેગ ઍટ હોમ) અને સી ૭૬૧ (ડુઈંગ થિંગ ટૂ લૅગ) પર સેંધાયેલા છે.
પણુ આરામશોભાકથામાં શરતભંગનું પરિણામ શરત મૂકનાર નાગદેવતા જ ભગવે છે. એક ગુજરાતી લોકકથા(આચાય)માં આ ઘટક સચવાયેલું છે. ફેર એ છે કે આરામશોભાની કથામાં સમયની શરત છે ત્યારે આમાં કોઈને વાત ન કહેવાની શરત છે. રાજાના હાથમાં આવતાં સાચી રાણી બનેલી હકીકત કહી દે છે તેથી નાગદેવતા મૃત્યુ પામે છે. નિષિદ્ધ બાબતના ભંગની શિક્ષા નિષેધ ફરમાવનાર જ ભોગવે એવું કથાઘટક થોમસનના સૂચિક્રમાંક સી ૯૦૧.૪ પર અને નિષિદ્ધ બાબતને ભંગ થાય ત્યારે મદદગાર પશુ અદશ્ય થઈ જાય એવું કથાઘટક એને સૂચિક્રમાંક સી ૯૩૫ પર નોંધાયેલું છે.
આ રીતે આરામશોભાની કથાનાં ઘણાં કથાઘટકે જગતભરના વાર્તાસાહિત્યમાં પ્રચલિત અને લોકપ્રિય હોવાનું દેખાઈ આવે છે. કેટલાંક કથાઘટકે તે ખાસ્સાં પ્રાચીન હોવાનું જણાય છે. નાગપંચમીની ગુજરાતી કથાઓનું પગેરું તો આબાદ રીતે આરામશોભાથા સુધી પહોંચે છે. કથાઘટના અભ્યાસમાં આરામશોભાકથાનું મહત્ત્વ આ પરથી સ્પષ્ટ થાય છે.
પ્રત પરિચય અને પાકસંપાદન પદ્ધતિ પ્રતપરિચય
આરામશોભાકથાની જે છ ગુજરાતી કૃતિઓ અહીં સંપાદિત કરવામાં આવી છે તેમાં ઉપયોગમાં લેવાયેલી પ્રતિ આ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org