________________
૬૨ : આરામશોભા રાસમાળા
જે પેજના કરવામાં આવે છે તેમાં તિલકમતી પગ પરથી રાજને ઓળખી કાઢે છે અને રાજ એને જાહેર રીતિ પિતાની રાણી તરીકે સ્થાપે છે.
જોઈ શકાશે કે અપરમાને પિતાની ઓરમાન પુત્રી પ્રત્યે દ્વેષ હે, એને બદલે પોતાની પુત્રીને લાભ આપવાનો પ્રયત્ન કરો, અને આ બધું છતાં ઓરમાન પુત્રીનું રાજરાણી બનવું એટલાં કથાતો સુગંધીદશમકથામાં આરામશોભાની કથા સાથે સમાન છે, જોકે સમગ્ર ઘટના સામગ્રીમાં સારો એવો ફરક છે.
સુગંધીદશમકથાને વધારે મળતું આવતું અને તેથી આરામશોભાકથાને કેટલેક અંશે મળતું વૃત્તાંત યુરોપમાં પ્રચલિત થયેલી સિન્હેલાની ફ્રેંચ લેકકથામાં અને અપુટ ઈલની જમીન લોકકથામાં પણ જોવા મળે છે.
સિડ્રેલાની કથા આ પ્રમાણે છે: અપરમાને પનારે પહેલી સિલાને રાજકુમારે ગોઠવેલા નૃત્યોત્સવમાં એની ઓરમાન બહેનો સાથે જવાનું મળતું નથી ત્યારે એ દુઃખી થાય છે, પરંતુ એક દેવીની મદદથી એ પિતાના રૂપપરિવર્તન સાથે નૃત્સવમાં જઈ રાજકુમારને આકર્ષે છે. બીજે દિવસે દેવીએ આપેલી અધરાત્રિની સમયમર્યાદા ચૂકી જવાથી એ ઉતાવળમાં ભાગે છે અને એની કાચની સ્લીપર રાજ કુમારના હાથમાં આવે છે. આ કાચની સ્લીપરને કારણે, રાજકુમાર સાથે પોતાની દીકરીઓના સંબંધ ગોઠવવાના અપરમાના પ્રયત્ન નિષ્ફળ જાય છે અને સિન્હેલા રાજકુમારને પામે છે.૨૮
અસ્પટલની કથામાં પણ અપરમાને ત્રાસ ભોગવતી અસ્પટઈલ પિતાના મિત્ર પક્ષીની મદદથી રાજકુમારીને રૂપે નૃત્યોત્સવમાં જઈ શકે છે અને રાજકુમારના હાથે ઝડપાયેલી એની સુવર્ણજડિત મોજડીને કારણે રાજકુમારને પામે છે. ૨૯
એ નેધપાત્ર છે કે સિડ્રેલાની કથા સૌપ્રથમ ઈ.૧૭–૧૮મી સદીમાં મળે છે, તિલકમતીની કથા છેક ઈ.૧૨મી સદીમાં મળે છે, જ્યારે આરામશોભાની કથા ઈ.૧૧મી સદીમાં મળે છે. આથી ઓરમાન સંતાનના ભાગ્યોદયના કથાઘટકની ભારતીય પરંપરા ઘણી જૂની છે ને એમાં આરામશોભાનું કથાનક સૌથી પ્રાચીન છે એમ દેખાય છે.
આરામશોભાની કથાને આથીયે વધુ મળતી લોકકથાઓ ગુજરાતના જુદાજુદા પ્રદેશમાં પ્રચલિત હોવાનું જાણવા મળે છે. આ નાગપાંચમની કે નાગ
૨૮. એજન, પ્રસ્તા. પૂ. ૧૨-૧૩. ૨૯. એજન, પ્રસ્તા. પૃ. ૧૩-૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org