________________
૫૬ : આરામશેભા રાસમાળા પુત્રી પ્રત્યે દ્વેષ નથી! કોઈ કવિ નવાં ભાવબિંદુઓ પણ ઉપસાવે છે. જેમકે પ્રથમ પત્નીના અવસાન પછી વિનયચં કે એને ગતચેતન બનેલે ને તેથી ઘરની કશી ચિંતા ન કરતા બતાવ્યો છે. આમાંથી એનું ઘરભંગ થયાનું દુઃખ તો વ્યક્ત થાય છે પણ સાથેસાથે વિભા ઉપર ઘરનો બધો ભાર કેમ આવી પડો એનો ખુલાસો પણ મળે છે. બીજી પત્નીના આગ્રહ પાસે એ ઝૂકી પડે છે ત્યારે જિનહષ (ગુ.) કહે છે કે નવોઢા પાસે મોટી ઉંમરનો પતિ કિકર જેવો હોય છે. આમાં અગ્નિશર્માની પરિસ્થિતિજન્ય વિવશતા દેખાય છે. વિનયસમુદ્રમાં અપરમાતા પુત્રીના સમાચાર પૂછતા અગ્નિશમને મૂગો કરી દે છે તેનેયે એની આ જાતની વિવશતાનું ઉદાહરણ કહી શકાય. - પરંતુ બે ઠેકાણે અગ્નિશર્મામાં બે જુદાં પડતાં સ્વભાવલક્ષણ આલેખાયાં છે તેની ખાસ નોંધ લેવી જોઈએ. પુત્રી પિતાને પરણાવવાનું કરે છે ત્યારે, વિનયસમદની કૃતિમાં, પિતા એને ચેતવે છે કે એથી એને આપત્તિ ઊભી થવા સંભવ છે. બીજી રીતે ભેળિયો બ્રાહ્મણ અહીં સંસારની સમજદારીવાળા દેખાય છે. વિનયચંદ્ર અને રાજાને ત્યાં ગયા પછી પુત્રી સગર્ભા છે એમ જાણતાં જ ત્રાગું કરતો બતાવ્યો છે – પત્નીની ચડામણું વિના, એ તો એના સરલઋજુ
સ્વભાવ સાથે બંધ ન બેસે તેવી વાત છે. ત્યાં એ ઘેલા હઠીલે બ્રાહ્મણ દેખાય છે.
આરામશોભા પરંપરામાં કામગરી, ડાહી, સરલ સ્વભાવની, નિર્ભશ્વ, પરોપકારબુદ્ધિવાળી, દયામયી સ્ત્રી તરીકે રજૂ થઈ છે. એના કામગરાપણાને કઈ કવિઓએ વિશેષ ઉઠાવ આપે છે તેમાં વિનયસમુદ્ર ખાસ નોંધપાત્ર છે. એ એની પિતૃસેવાનું ખાસ ચિત્ર આપે છે – પિતાને હસી બોલાવી જમાડે છે, એને ચળુ કરાવે છે વગેરે. આમાં એનું પિતા તરફનું વાત્સલ્ય પ્રગટ થાય છે. પિતાને એ પરણાવવા ઈચ્છે છે તે માત્ર પોતાના સુખને માટે નહીં, પિતાનું જીવન પણ દુઃખભર્યું છે એટલા માટે પણ. એથી જ પિતાના ચેતવ્યા છતાં એમને પરણાવવાનો આગ્રહ એ જારી રાખે છે. આ પ્રસંગે યૌવન જવા માંડયાનો વિષાદ અને માતાની દુઃખદ સ્મૃતિ પણ વિનયસમુદ્ર જ નેધે છે ને અપરમા આવ્યા પછીના સંતાપને સૌથી વધુ તીવ્રતાથી આલેખે છે તે પણ વિનયસમુદ્ર. તેથી એમની કૃતિમાં આરામશોભાનું પાત્ર વધુ વાસ્તવિક ને જીવંત ભાસે છે.
આરામશોભાની પુત્રમિલન માટેની ઝંખના ને પુત્રને એણે લડાવેલાં લાડ પરંપરામાં ઓછાંવત્તાં નિરૂપાય છે. પરંતુ આનું સૌથી વધુ ભાવપૂર્ણ ચિત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org