________________
૫૮ : આરામશોભા રાસમાળા
થયો છે. સંધતિલક એને સ્વહસ્તે બ્રાહ્મણને આસન આપતો વર્ણવે છે એમાં એની મહાનુભાવતાની એક રેખા અંકાય છે, તો પૂજાઋષિ અને જિનહર્ષ(ગુ.) આરામશોભા એને પિતાનું વૃત્તાંત ન કહે ત્યાં સુધી અન્નપાણીના ત્યાગનો સંકલ્પ કરતા બતાવે છે તેમાં આરામશોભા માટેની એની ઊંડી નિસબત દેખાય છે. આરામશોભાના વિરહમાં એની બેચેની પરંપરામાં બધે જ નિર્દિષ્ટ થયેલી છે પણ એને મૂછ આવવા સુધીનો પરિતાપ તે એકમાત્ર પૂજઋષિ જ આલેખે છે. આ પરિણામ સુધી લઈ જતા સ્નેહજીવનનાં મધુર ચિત્રો તો અન્ય કોઈએ આપ્યાં નથી તેમ પૂજાઋષિએ પણ આપ્યાં નથી.
મંત્રીના પાત્રને વિશેષ કાર્યસાધક પૂજાઋષિએ જ બનાવ્યું છે. પરંપરામાં એ રાજાની ઈચ્છા જઈ વિદ્યુપ્રભા સાથેનાં એનાં લગ્ન ગોઠવી આપનાર અને અગ્નિશર્મા જ્યારે રાજાને બ્રહ્મહત્યા આપવા તૈયાર થાય છે ત્યારે રાજાને આરામશોભાને પિયર મેકલવા સમજાવનાર સાચા હિતચિંતક મંત્રી છે, જે કે. બીજા પ્રસંગે વિનયચંદ્ર, સંધતિલક અને વિનયસમુદ્ર મંત્રીની મધ્યસ્થીની વાત છેડી દીધી છે. પણ પૂજાઋષિએ તે રાજાના પરિતાપમાં મંત્રીને એને આશ્વાસન આપતા ને આશા બંધાવતા બતાવ્યો છે ને બાળકના પારણામાં ફૂલ જેવા મળે છે ત્યારે એને મર્મ પ્રકટ કરતો પણ બતાવ્યો છે. એટલે કે ત્યાં મંત્રી રાજાને ખરો મિત્ર ને માર્ગદશક છે.
આરામશોભાના પૂર્વજન્મની કથા એકદમ પરંપરાગત રીતે ચાલી આવી. છે. એમાં ચરિત્ર-મભાવ-ચિત્રણની સવિશેષ તક બહુ ઓછી લેવાઈ છે. વિનયચંદ્ર કુલધર પાસે ઘણી પુત્રીઓ હોવાનું દુઃખ તીવ્રતાથી ને વિસ્તારથી પ્રગટ કરાવ્યું છે પણ એ એના વિશિષ્ટ મનભાવ કરતાં વધુ તો સામાજિક માન્યતાના ઉગારે ભાસે છે. પતિથી તરછોડાયેલી કુલધરકન્યાને પરિતાપ દેવચંદ્રસૂરિએ આલેખેલો અને એમાં નગુણુ પતિ પ્રત્યેના ઉપાલંભે પણ ગૂંથેલા. આ પરિતાપને પછીથી કેટલાક ગુજરાતી કવિઓએ ઘૂંટડ્યો છે. પૂજાઋષિએ એમાં પાપસંવેદન ગૂધ્યું છે, તે જિનહ(ગુ.) પતિ પ્રત્યેના આક્રોશને વધુ તીવ્ર કર્યો છે અને કુલધરકન્યાની સમગ્ર જીવનની નિઃસારતાની વેદનાને ઉઠાવ આપ્યો છે. નંદનના ચરિત્રચિત્રણમાં, ભેડા ઘટનાફેરથી, જે ફરક પડે છે તેની ચર્ચા આપણે આગળ કરી ગયા છીએ.
ચરિત્રમભાવની આ સૃષ્ટિમાં અસાધારણતા નથી, પરંતુ મધ્યકાલીન કથાકૃતિને આ રસપ્રદ અંશ છે અને ગુજરાતી કવિઓમાં જે કથાવિસ્તરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org