________________
ભૂમિકા : ૫૭ રાજસિંહે કરેલું છે. એમણે પુત્રમિલન માટેની આતુરતા વિસ્તારથી વર્ણવી છે, પુત્રવિરહની વ્યથા વર્ણવી છે, પુત્રને એણે કરેલા વહાલનું વીગતે ચિત્ર આપ્યું છે અને વળી પાછી પુસ્મૃતિનાં સંવેદનોને વાચા આપી છે. આ ચૂંટાયેલા મનેભાવચિત્રણમાં માતૃહૃદયને મનોરમ સાક્ષાત્કાર આપણને થાય છે.
કયાંક કવિઓએ મનભાવચિત્રણ માટે વિશિષ્ટ પ્રસંગો પણ શોધ્યા છે. રાજકીર્તિ (ગુ.)એ નાગદેવની કૃપા પછી આરામશોભાના ધન્યતાના, પ્રસન્નતાના, વાસુકિભાઈ સાથેના પૂર્વજન્મના હેતસંબંધના ભાવો પ્રગટ કર્યા છે ને રાજરાણી થયા પછી પહેલી વાર ગામ આવેલી આરામશોભાને અતીતાનુરાગની લાગણીઓથી ધબકતી બતાવી છે. સામાન્ય રીતે સંક્ષેપથી ચાલતા કવિએ આ પ્રસંગે શોધ્યા છે એ ખાસ નોંધપાત્ર છે. આ કવિ રાજારાણુને કવિતા અને ગીતને આનંદ લેતાં નગર તરફ જતાં વર્ણવે છે તેમાં એ બંનેની કાવ્યરસિકતાનું સુચન થાય છે. એમણે આરામશોભાના પરંપરાગત વનમાં ચોસઠ અને તિર કળા, ગીત, સ્વર વગેરેની જાણકારીનું લક્ષણ મૂકેલું તે જાણે સાર્થક થાય છે.
એ નોંધપાત્ર છે કે પોતાના વાસભવનમાં અજ્ઞાત વેશે જતાં આરામશોભામાં જે વિવિધ ભાવ જાગે છે તેનું દેવચન્દ્રસૂરિએ કરેલું ચિત્તસ્પશી ચિત્રણ પછીથી સંઘતિલક અને જિનહષે (સં.) થોડું ઘણું સાચવ્યું છે, બાકીના બધા કવિઓએ છોડી દીધું છે ! રાજા તથા ભગિનીને પલંગ પર સૂતેલાં જેવા જેવી પરિસ્થિતિને કવિઓને સંકોચ થયે હશે?
અપરમા આળસુ, રંગીલી, સુખવાદી, સ્વાથી અને કુટિલ સ્ત્રી તરીકે પરંપરામાં આલેખાયેલી છે. એની આળસને મૂત કરતી વિવિધ વનરેખાઓ કવિઓએ નોંધેલી છેઃ સંધતિલક કહે છે કે એ ઘાસનું તણખલુંયે તોડતી નથી; શુભવર્ધન અને પગ પર પગ ચડાવીને બેસી રહેતી બતાવે છે; જિનહર્ષ (ગુ.) ઘીનું કામ ઢોળાઈ જાય તોયે આસનથી ઊઠે નહીં એમ કહી એની આળસને શગ ચડાવે છે. આ જ રીતે એની રંગરાગી પ્રકૃતિ, વિદ્યુ—ભા પરનો એને ત્રાસ, એની કપટકળા અને કુટિલતાને કવિઓએ અહીંતહીં જરા ઘેરો રંગ આપ્યો છે. પણ તેનામાં રોપાયેલી એકબે રેખાઓ વધારે ધ્યાન ખેંચે છે: વિનયસમુદ્ર એનામાં પારકા પુરુષ સાથે રમવાની વૃત્તિ છે એટલે કે ચારિત્ર્યભ્રષ્ટતા છે એવું આલેખે છે અને જિનહર્ષ(ગુ.) એને પતિ સામે બોલતી વર્ણવે છે. અપરમામાં ખલપાત્ર તરીકેનાં લક્ષણે ઉમેરતા જવાનું વલણ આમાં દેખાય છે.
જિતશત્રુ રાજાના ચરિત્રને વિશેષ ઉઠાવ આપવાનો પ્રયત્ન ભાગ્યે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org