________________
ભૂમિકા : ૫૧ હેવાનું વર્ણવ્યું છે – લેકની નજરે જાણે આરામશોભાને જ બહાર કાઢવામાં આવી ! આનો અર્થ એ થાય કે અપરમાએ કૂવામાં જ ભોંયરું કરાવી પુત્રીને રાખી છે. આ ઘટનામાં અગ્નિશર્માની ભૂમિકા શી રહી એ વિશે લગભગ આખી પરંપરા ચૂપ છે. માત્ર વિનયસમુદ્રમાં અગ્નિશર્મા પુત્રી વિશે કંઈ પૂછવા જાય છે ને અપરમા એને ચૂપ કરી દે છે એવું નિરૂપણ આવે છે. એટલે કે અગ્નિશર્મા આ કાવતરામાં ભાગીદાર નથી, પણ સાથે સાથે એને પ્રશ્ન તો થાય છે જ, જે સ્વાભાવિક છે. પૂજઋષિ પણ આ કપટ માતાપુત્ર બે જ જાણે છે એવું આલેખે છે, પણ એમણે અગ્નિશર્માને કંઈ પ્રશ્ન થતો હોય એવો ઉલ્લેખ કર્યો નથી. એ નોંધપાત્ર છે કે ઘટનાને થોડીક પ્રતીતિકર બનાવવાની કોશિશ થયા પછી પણ અન્ય કવિઓએ એને લાભ લીધે નથી. એ પરથી એમ સમજાય કે મધ્યકાલીન સાહિત્યમાં વાસ્તવિકતાના આવા પ્રશ્નોનું મહત્ત્વ નહોતું.
આરામશોભા નાગદેવની કૃપાથી પોતાના પુત્રને રમાડવા જાય છે અને રાજાને હાથે ઝડપાય છે એ ઘટનાની વિગતોમાં પણ પરંપરામાં છેડો ફરક જોવા મળે છે. મોટે ભાગે એવું નિરૂપણ મળે છે કે આરામશોભા કુલ ચાર વખત ભય છે, તેમાં છેલ્લી બે રાત રાજ્ય છુપાઈને ઊભું રહે છે. એક રાત વિચાર કરતા રહે છે ત્યાં આરામશોભા જતી રહે છે. છેલ્લી રાતે એ આરામશોભાને રોકે છે. કોઈ કવિએ થી રાતે જ રાજાને છુપાઈને ઊભો રહેતો બતાવ્યું છે, જેમકે સંયતિલક અને જિનહષે (સં.); તો કોઈ કવિએ બીજી જ રાતે એને છુપાઈને ઊભો રહેતો ને આરામશોભાને રોકતો બતાવ્યો છે, જેમકે વિચંદ્ર અને વિનયસમુદ્ર. વિનયચંદ્ર તે આ માટે કારણ પણ પૂરું પાડે છે– રાજાને માટે એક દિવસ તે એક વર્ષ જે બની ગયો. એટલે કે રાજામાં અપાર અધીરાઈ આવી ગઈ. જિનહર્ષ (ગુ.)માં નિરૂપણ અસ્પષ્ટ છે પણ ત્રણથી વધારે વાર આરામશોભા પુત્રને જોવા ગઈ હોય એમ ઘટાવી શકાય તેમ નથી. બીજી વાર રાજા છુપાઈને રહ્યો હતો કે કેમ તે પણ અસ્પષ્ટ છે.
અપરમાતા અને એની પુત્રીનું કપટકર્મ જાણવા મળતાં રાજા એમને શિક્ષા કરવા પ્રવૃત્ત થાય છે અને આરામશોભાની વિનંતીથી એમાંથી રોકાય છે એવું પરંપરામાં વ્યાપક રીતે આલેખાયેલું છે. શિક્ષાની વીગતમાં અહીંતહીં છેડો ફરક મળે છે તે મહત્વનો નથી પણ એક વીગતફેર નોંધપાત્ર છે. દેવચંદ્રસૂરિ એમ કહે છે કે આરામશોભાએ બહેનને પિતાની પાસે જ રાખી, તો વિનયચંદ્ર એમ વર્ણવે છે કે એને સ્થલાશ્રયે મોકલી આપવામાં આવી. બીજા કવિઓમાં આ હકીકત ની કશી સ્પષ્ટતા નથી. પણ વધારે નોંધપાત્ર ફરક તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org