________________
૫૦ : આરામશાલા રાસમાળા
રાજા પાસે રાજરાણી સૂર્યને પણ ન દેખે એવા ઉત્તર નથી અપાવતા, પરંતુ એને એમ કહેતા બતાવે છે કે અત્યારે ઉનાળા ચાલે છે એટલે નહીં, વર્ષાઋતુમાં મેાકલીશું. પણ આ વિનયચંદ્ર પ્રસૂતિ અર્થે આરામશાભાને પિયર મેાકલવાની વાત આવે છે ત્યારે લેાકાચારથી જુદા એવા રાજાચારને રાજા પાસે ઉલ્લેખ કરાવે જ છે. રાજકીર્તિ(ગુ.) અને વિનયસમુદ્ર એ બે કવિએ આ રાજરૂઢિના એકેય પ્રસંગે નિર્દેશ કરતા નથી. એ બન્ને અગ્નિશમાં પહેલી વાર જાય છે ત્યારે પુત્રીને તેડવાની વાત મુકતા જ નથી. પ્રસૂતિપ્રસંગે રાજકીર્તિ રાજાને કશા કારણ વિના ના પાડતા બતાવે છે, ત્યારે વિનયસમુદ્ર રાજાને એવું કારણ રજૂ કરતા બતાવે છે કે મારે ત્યાં આ પહેલેા પુત્રજન્મના પ્રસંગ છે, તેથી રાણીને કેમ મેાકલું ? આખી પ્રસ’ગઘટનાને રાજરૂઢિની વાત એક પ્રયોજન પૂરું પાડે છે, એના આ કવિએ કેમ ઉપયાગ નથી કર્યા એ નવાઈભયુ છે.
આ કૃતિમાં એક મહત્ત્વના પ્રસંગ તે આરામશાભાને સ્થાને પેાતાની પુત્રીને મૂકવાનું કપટ અપરમાતા રચે છે તે છે. મેટા ભાગના કવિએ આ ઘટનાને આમ વર્ણવે છે: માતાએ ઘરના વાડામાં કૂવા ખાદાવ્યા, પેાતાની પુત્રીને ભોંયરામાં છુપાવી, પછી આરામશેાભાને જ્યારે કૂવામાં નાખી દીધી ત્યારે પેાતાની પુત્રીને પ્રસૂતિકાવેશ પહેરાવી અને સ્થાને પલંગમાં સુવડાવી દીધી. આમાં થાડા વીગતફેર પણ મળે છે. કાઈ કવિ ભોંયરાના નિર્દેશ કરતા નથી, જેમકે રાજકીર્તિ(સ'. તથા ગુ.); તા કાઈ કવિ કૂવામાં ભોંયરું બનાવ્યાનું પણ કહે છે, જેમકે સતિલક, અપરમાની પુત્રી દેખાવમાં આરામશાભાને મળતી હાય (પરંપરામાં આવા ઉલ્લેખ કેટલેક ઠેકાણે મળે છે) તા એને આરામોાભાને સ્થાને મૂકવાની સગવડ થાય છે, પરંતુ પુત્રીને લેાકાની નજરમાંથી દૂર કરી છુપાવવાનું શકચ કેમ બને, એક સ્ત્રીને સ્થાને ખીજી સ્ત્રી મૂકતાં લેાકાને શંકા ન થાય તેવી સ્થિતિ કેમ ઊભી કરી શકાય આ વિશે કવિઓએ વિચાર કર્યા નથી. મધ્યકાલીન કથાની અવાસ્તવિકતા એમ ને એમ રહી છે. માત્ર એ કવિએ
આ ઘટનાને કંઈક સ્વીકાય બનાવતાં કારણેા પૂરાં પાડવાં છે. વિનયચંદ્ર પાછળથી અપરમાને એમ વિચારતી બતાવી છે કે મેં પુત્રી મરી ગઈ છે એમ જણાવી એને ભોંયરામાં છુપાવી રાખી તે સારું કર્યુ. પુત્રી મરી ગઈ હોય તે લેાકેા સ્વાભાવિક રીતે એ વિશે પૃચ્છા ન કરે. વિનયસમુદ્રે આ વાતના લાભ લીધેા નથી પણ ખીજી રીતે ધટનાને પ્રતીતિકર બનાવવાના પ્રયત્ન કર્યાં છે. એમણે પહેલાં પુત્રીને કત્યાં રાખી તે સ્પષ્ટતાથી બતાવ્યું નથી, પરંતુ પછી આરામશાભાને અપરમા કૂવામાં નાખે છે તેમાંથી જ એની પુત્રીને બહાર કઢાતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org