________________
ભૂમિકા : ૪૭
ખીજો એક મુદ્દો આરામશાભાની ઉંમરને સ્પર્શીતા છે. જિતશત્રુને એ મળી ત્યારે એની ઉંમર કેટલી ? એ આઠ વરસની થઈ ત્યારે એની માતા મૃત્યુ પામી. પછી ઘેાડા સમયમાં એને અપરમાતા આવી. સંસ્કૃત-પ્રાકૃત કૃતિના ઘણાખરા કર્તાઓએ આ પ્રમાણે દુઃખપૂર્વક એણે બાર વર્ષ વીતાવ્યાં એમ કહ્યું છે. આને! અ શેશ કરવા માતાના મૃત્યુ પછીનાં ને અપરમાના આગમન પછીનાં દુઃખભર્યાં. બાર વર્ષ? તા જિતશત્રુને એ મળી ત્યારે એની ઉંમર ૮+૧૨=૨૦ વર્ષ થાય. કે પછી આમ દુ:ખ વેઠતાં એ બાર વર્ષની ઉંમરે પહેાંચી? એમ લાગે છે કે વાકચરચનાને સંદિગ્ધ જ ગણવી જોઈએ. કેમકે પછીથી રાજકીર્તિ (ગુ.) દુ:ખે ભર્યા. બાર વર્ષના ઉલ્લેખની સાથે જ એ બાર વર્ષની ઉંમરે પહોંચી એમ કહે છે, તા શુભવન-રાજકીર્તિં(સં.) અને ઘણાખરા ગુજરાતી કવિએએ સ્પષ્ટ રીતે એ બાર વરસની થઈ એમ જ કહ્યું છે. માત્ર સમયપ્રમાદ અને રાજસિંહ એ બે કવિએએ દુઃખભર્યાં વર્ષાના કે ઉંમરના ઉલ્લેખ કર્યાં નથી. એ સમયની સામાજિક સ્થિતિ વિચારતાં બાર વર્ષની ઉંમર થઈ એ જ સ્વાભાવિક ગણાય. એ નેોંધપાત્ર છે કે રાજકીર્તિ(ગુ.)એ અપરમાને પણુ એની પુત્રી બાર વરસની થઈ ત્યારે એના લગ્નની ચિંતા કરતી બતાવી છે.
'
વસ્તુઘટનાતા એક નાનકડા મુદ્દો નાગદેવતાને વિદ્યુત્પ્રભાનેા આશ્રય કેમ લેવા પડે છે એ વિશેના છે. એનામાં દૈવત્વ છે એ તેા સ્પષ્ટ છે, કેમકે એ વિદ્યુત્પ્રભાને વત આપવા જેવાં ઘણાં અલૌકિક કાર્યો કરી શકે છે. પરંતુ બીજી બાજુથી એ પેાતાની જાતને ગારુડીએથી બચાવી શકતા નથી. આ બાબતમાં બે ખુલાસા મળે છે. દેવચંદ્રસૂરિ અને તેને અનુસરી સંધતિલક, જિન(સ.) તથા પૂનઋષિ નાગના શરીરમાં અધિષ્ઠિત હોવાથી આ દેવ ગારુડમ દેવતાની આણુ લેાપી શકે તેમ નથી એમ આલેખે છે, તે વિનયચંદ્ર, જિન (ગુ.) વગેરે દેવ નાગકુમારના દેહમાં અધિષ્ઠિત છે એ વાતને મહત્ત્વ આપતા નથી અને દેવશક્તિથી મત્રશક્તિ ચડિયાતી છે એમ કહે છે. રાજકીર્તિ (૩.), સમયપ્રમાદ અને રાજસિંહમાં આ નિરૂપણુ થાડુ' સંદિગ્ધ રહે છે કેમકે નાગકુમારના દેહમાં દેત્ર અધિષ્ઠિત છે તે વાતની સાથે મ ત્રશક્તિની વાતને તેમણે સ્ફુટ રીતે જોડી નથી. તા શુભવન, રાજકીર્તિ(સં.) તથા વિનયસમુદ્ર આ મુદ્દાનો ઉલ્લેખ જ કરતા નથી, એટલેકે નાગદેવતાને વિદ્યુત્પ્રભાનું શરણું કેમ લેવું પડે છે એ પ્રશ્ન એમને મૂંઝવતા જ નથી. આ સાથે જ એ નોંધી શકાય કે આ કિવેએ ગારુડિા શાનાથી સજ્જ થઈને આવે છે તે વિશે પણ એકસરખી વાત કરતા નથી. મંત્રશક્તિની વાત કરે છે તે દેવચંદ્રસૂરિ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org