________________
ભૂત્રિકા : ૪૫રહ્યું છે તે પણ એક નોંધ લેવા જેવી બાબત છે. દેવચંદ્રસૂરિએ સભ્યનો એક ભૂષણુ જિનભક્તિના મહિમા અર્થે આ કથા પ્રયેાજેલી, જેનું અનુસરણુ પરંપરામાં વ્યાપક રીતે થયું છે. વિનયચંદ્ર, વિનયસમુદ્ર, સમયપ્રમાદ, રાજસિંહ અને જિન (ગુ.) જિનભક્તિ-જિનપૂજાના મહિમા બતાવવા આ કથા કહે છે. પરંતુ સંધતિલકે જિનભક્તિ તથા ગુરુભક્તિ(જિતગુરુ-વૈયાવચ્ચ)ના દષ્ટાંત તરીકે આ કથા ચેાજી છે, જેનું જિનè(સં.) અનુસરણ કર્યું છે. દેવચંદ્રસૂરિએ સમ્યક્ત્વના ભૂષણ સમી ભક્તિના બન્ને પ્રકારા – જિનભક્તિ અને ગુરુભક્તિ – માટે જુદીજુદી કથાઓ યેાજેલી ત્યારે સતિલક આ એક જ કથામાં બન્ને પ્રત્યેાજત સાંકળી લે છે.
ગુજરાતી કવિઓએ કેટલીક વાર પૂનમાહાત્મ્ય વિસ્તારથી ગાયું છે અને પૂભેદને પણ નિર્દેશ કર્યાં છે. સમયપ્રમાદ વિવિધ પૂજનભેદનાં જુદાંજુદાં કુલ બતાવે છે: જિનવરનાં ગાત્ર લૂવાથી સે। ઉપવાસનું ફળ, પૂજા કરતાં હજાર ઉપાસનું ફળ, કુસુમ ધરતાં લાખ ઉપવાસનું ફળ અને સ્તુતિ કરતાં અનંત ફળ – તીથંકરપદ – મળે છે એમ કહે છે. આમાં અંગપૂજા, અત્રપૂજ અને ભાવપૂજાને ચડિયાતા ક્રમ જોઈ શકાય છે. પરંતુ પૂજાભેદને કથાવસ્તુ સાથે જોડે છે તે તા ત્રિનયસમુદ્ર જ. તેએ દ્રવ્યપૂજા અને ભાત્રપૂજીનેા ભેદ કરે છે, એમની વચ્ચે સરસવ અને મેરુ જેટલું અંતર છે એમ કહે છે અને માણિભદ્રની દ્રવ્યપૂજા ને કુલધરકન્યાની ભાવપૂજા હતી એમ દર્શાવે છે. આરામશાભાકથા રીતે અહીં ભાવપૂજાના ફૂલની કથા બને છે.
આ વ્યાપક પરંપરાથી જરા ભિન્ન રીતે શુભવન અને એમને અનુસરી રાજકીતિ (સં.) સમ્યક્ત્વ - સમ્યગ્દર્શન (સમ્યક્ શ્રદ્ધા)ના દૃષ્ટાંત તરીકે જ આ કથા રજૂ કરે છે. એટલેકે સમ્યક્ત્વના ભૂષણરૂપ ભક્તિના વિષયમાં એમણે કથાને મર્યાદિત કરી નથી. પૂજાઋષિ પણ કેવળ જિનપૂજાનું નહીં, પણ તે ઉપરાંત તપસંયમ, સાધર્મિક વાત્સલ્યનું ફળ નિર્દેશે છે અને દેવગુરુધર્મના મહિમા ગાય છે; તા રાજકાતિ(ગુ.) તા કેવળ પુણ્યપ્રભાવની જ વાત કરે છે. કથાનું વિશિષ્ટ પ્રયાજન અહીં એગળી જાય છે એમ કહેવું જોઈએ.
વસ્તુચના
કથાવસ્તુનાં મુખ્ય ઘટકે આખી પરંપરામાં એકસરખાં જ છે, પણ કેટલાક વીગતભેદ ને એમાંથી ઊભા થતા મુદ્દાઓ વિચારવા જેવા છે. એથી મધ્યકાલીન કથારચનાની પરિપાટી ઉપર થાડા પ્રકાશ પડે તેમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org