________________
૪૪ : આરામશોભા રાસમાળા પ્રસંગ યોજે છે ને શ્રેણિકના પરિવારમાં અભયકુમાર એ પુત્રનો પણ નામથી નિર્દેશ કરે છે. મંગલાચરણ
જિનહર્ષના અપવાદે સઘળાં સંસ્કૃત-પ્રાકૃત કથાનકે કોઈ મોટી રચનાની અંતર્ગત દષ્ટાંતકથાનક તરીકે આવેલાં છે. સઘળાં ગુજરાતી કથાનકો સ્વતંત્ર રચનાઓ છે. આ સ્વતંત્ર રચનાઓનાં મંગલાચરણ કવિઓએ કઈ રીતે કર્યો છે તે જોવું રસપ્રદ છે. આમ તો, આ બધા જેન કવિઓ છે. તેથી કૃતિના મંગલારંભે ઇષ્ટદેવ તરીકે જેન તીથકનું તેઓ સ્મરણ કરે એ સ્વાભાવિક છે. મેટા ભાગના કવિઓ એમ કરે છે. જિનહષ(સં) આદિનાથપ્રમુખ સર્વ જિનેન્દ્રોની, વિનયસમુદ્ર કાઈ નામ વગર જિનરાજ અરિહંતની, સમયપ્રદ પાર્શ્વનાથની, પૂજાઋષિ આદિનાથ, શાંતિનાથ, નેમિનાથ, પાશ્વનાથ એ ચાર તીથકરોની તો રાજસિંહ આદિનાથ, શાંતિનાથ નેમિનાથ, પાશ્વનાથ અને મહાવીર એ પાંચ તીર્થકરોની ગ્રંથારંભે સ્તુતિ કરે છે. આમાંથી જૈન સંપ્રદાયમાં વધારે પ્રભાવક મનાતા તીથકેરાનું સૂચન આપણને મળી રહે છે. પાશ્વનાથને સવિશેષ મહિમા છે એ પણ દેખાય છે. સમયપ્રમોદે પાશ્વનાથમહિમા વીગત અને છટાદાર રીતે ગાયો છે.
પૂજાઋષિ અને રાજસિંહ તીર્થકરમહિમા ઉપરાંત ગુરુમહિમાને પણ ગ્રંથારંભે વણે છે. પૂજાઋષિએ પોતાના ગુરુ હંસચંદ્રને નામથી ઉલ્લેખ કર્યો છે અને “એક જ અક્ષર વંકડું, જે ગુરુ તૂષા દેઈ, અંધારઈ જિમ દીવડ3, ફરિફરિ જોતિ કરેઈ” (૩) એવા શબ્દોથી ગુરૂશબ્દની અસાધારણ શક્તિનું મનોરમ ચિત્ર આપ્યું છે. આમાં મધ્યકાલીન સંતપરંપરાએ સાધનામાં ગુરુનું જે અનિવાર્ય સ્થાન ગણેલું તેને પ્રભાવ, કદાચ, જોઈ શકાય.
રાજસિંહે પંચતીથી ને સદ્દગુરુ ઉપરાંત શારદાનું પણુ ગ્રંથારભે સ્મરણ કર્યું છે, તે રાજકીતિ અને જિનહષે(ગુ.) કેવળ સરસ્વતીનું જ સ્મરણ કર્યું છે. જિન “ચરમ સાયરના નીરનઉ, જિમ ન લહઈ કોઈ વાર, તિમ સરસતિ-ભંડારનઉ નાવાઈ પાર અપાર” એમ ઉમળકાથી અને વિસ્તારથી (પાંચ કડી સુધી) સરસ્વતી મહિમા ગાયો છે. જૈન કવિઓમાં ગ્રંથનામાં કેવળ સરસ્વતીનું ઈષ્ટ દેવતા તરીકે સ્મરણ કરવાની આ પરંપરા પણ ખાસ નોંધપાત્ર છે. કથામયોજન
આરામશોભાકથાનું પ્રયોજન પરંપરામાં સહેજસાજ પરિવર્તન પામતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org