________________
૪૬ : આરામશોભા રાસમાળા
એક મુદ્દો આરામશોભાને દેવના વરદાનથી મસ્તકે છવાયેલો આરામ (બગીચ) મળ્યો તેને લગતા નથી. દેવચંદ્રસૂરિ એમ વર્ણવે છે કે સ્થલાશ્રયની સીમમાં કોઈ ઝાડ નહોતું, કેવળ ધાસ થતું હતું. સીમમાં ગાયો ચારતી વિદ્યુતપ્રભાને સ્વાભાવિક રીતે જ છાંયો મળતા નથી. છાયાને અભાવે એ ધાસમાં સૂતેલી હોવાનું કવિ ઉલ્લેખે પણ છે. પોતે ગરમીનો ત્રાસ અનુભવે છે તેથી જ એ સુખપૂર્વક ગાયો ચરાવી શકાય એ માટે નાગદેવ પાસે છાંય માગે છે અને નાગદેવ એને માથે છવાયેલું રહેતું ઉદ્યાન આપે છે. કેટલાક કવિઓએ શ્રીમમાં આ ઘટના બનતી બતાવી એને વધારે સ્વાભાવિકતા અપી છે ને જિનહષે (સં.) તો ગ્રીષ્મના તાપનું વીગતે વર્ણન કર્યું છે. વિદ્યુપ્રભાને જેને કારણે આરામશોભા નામ મળ્યું એ પ્રસંગ સ્વાભાવિક રીતે કથામાં એક મહત્વને પ્રસંગ ગણાય, પણ નવાઈની વાત છે કે બધા કવિઓએ પ્રસંગની કડીઓ પૂરી સ્પષ્ટ તાથી બતાવવાની કાળજી લીધી નથી. કોઈ કવિ સ્થલાશ્રય વિશે કશું જ કહેતા નથી અને પછીથી વિદ્યુપ્રભાને ખંડમાં સૂતેલી બતાવે છે, તે કોઈ કવિ
સ્થલાશ્રય વૃક્ષ વિનાને કે માત્ર ઘાસવાળો પ્રદેશ છે એમ કહે છે પણ પછી વિદ્યુભા કે સ્થાને સૂતેલી હતી તે કહેતા નથી. કેઈ વન માગવાને હેતુ સ્કુટ કરતા નથી. જેમકે રાજકીર્તિ(ગુ.) આરંભે સ્થલાશ્રયની સીમમાં વૃક્ષ નથી એમ કહે છે, પણ પછી આ વિશે કશી વાત આવતી નથી અને વિદ્યુપ્રભા વન શા માટે માગે છે એ પણ બતાવ્યું નથી – સુરનરપનગને જે પ્રિય હોય છે તે વન મને આપે એટલું જ એ કહે છે! કોઈ કવિએ પરસ્પરવિરોધી ગણાય એવા ઉલ્લેખો પણ કરેલા છે. વિનયચંદ્ર આ પ્રદેશને ઘાસ પણ નથી થતું એવા ઊષરક્ષેત્ર તરીકે વર્ણવે છે. વિદ્યુપ્રભાને સૂતેલી પણ એ ઘાસ વગરની ભૂમિમાં બતાવે છે, પણ એને વિવિધ પ્રકારના ગોધનવાળે પ્રદેશ તો કહે છે! ઘાસ ન હોય તો ગાયે ચરે શું? શુભવધન અને એને અનુસરી રાજકીર્તિ(સં.) પ્રદેશ કેવો છે તે પહેલાં કહેતા નથી, પછી વિદ્યુભાને સરસ છાંયાવાળા વૃક્ષ નીચે સૂતેલી બતાવે છે ને વળી ગરમીના ત્રાસથી બચાવવાનું દેવ પાસે માગતી પણ બતાવે છે. આ તો તદ્દન ઉઘાડે વિરોધ થયો. વિનયસમુદ્ર પણ આવું જ કર્યું છે. એ આ સ્થળને સરોવરવાડીવાળું કહે છે, વિદ્યુભાને તરુવરને છાંયે સૂતેલી ને પછી દેવ પાસે અવિચલ છાયા માગતી બતાવી છે. ગરમીના ત્રાસની વાત અલબત્ત નથી કરી. કથા પરિચિત હોય ત્યારે કવિઓ કેટલુંક ગૃહીત કરીને ચાલે એવી મધ્યકાલીન પરિપાટી જોવા મળે છે ખરી, પણ આવાં પરસ્પરવિરોધી વર્ણનો ખુલાસો કરે મુશ્કેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org