________________
ભૂમિકા
નામા
એક નાનકડા પણ નોંધપાત્ર મુદ્દો સ્થળનામેા તથા વ્યક્તિનામેાના છે. વમાનભવની તથા પૂર્વભવતી – બન્ને કથાઓની ઘટતા જંબુદ્રીપ અને ભરતક્ષેત્રની છે. એમાંના કાઈ કાઈ નામના ઉલ્લેખ કાઈ કાઈ કવિએ નથી કર્યા છતાં એમને એ ગૃહીત છે એમ જ ગણાય. વમાનભવની કથામાં દેશનામ કુસટ્ટ (કુસાઢ), કુશલ અને કુશ એમ ત્રણ રીતે મળે છે તે તત્ત્વતઃ એક જ નામ ગણાય, કેમકે કુસટ્ટ એટલે કુશાવત્ત – કુશપ્રદેશ (કુસટ્ટ એટલે કુશાર્ય પણ એક દેશનામ હતું). કુશ ધાસની અધિકતાવાળા હેવાને કારણે એ પ્રદેશ એ નામે ઓળખાતા હોય. એકમાત્ર વિનયચંદ્ર કુસદ્મ નામ કરી નાખ્યું છે. તે જુદું તરી આવે છે. વિનયચંદ્ર ઘાસ પણ નથી એવા, મરુસ્થલ જેવા પ્રદેશ કલ્પ્યા છે તેથી આમ થયું હશે? જિનયે (સ.)૨૬ દેશનામ આપ્યું નથી.
: **
ગામનામમાં એ પર પરા સ્પષ્ટ તરી આવે છે સ્થલાશ્રય (થલાય), સ્થલાશય કે સ્થાનાશ્રય અને પલાશક (બલાસ). એકના મૂળમાં દેવચંદ્ર છે, બીજાના મૂળમાં સતિલક. જિતષે (સં.) આપેલું અગસ્તિવિલાસ નામ પલાશકના વિકાસ કદાચ હોય. આ બન્ને પર પરાથી જુદાં પડતાં નામેા બે ગુજરાતી કવિએ આપે છે– રાજકીર્તિ સુગ્રામ નામ આપે છે(એ પાટલિપુર પાસે છે એમ પણ કહે છે) અને વિનયસમુદ્ર લક્ષ્મીનિવાસ નામ આપે છે.
આ દેશગામના રાજ ક્રાણુ ? પછીથી બધી જ કૃતિઓમાં પાટિલપુરના રાજા જિતશત્રુ આ પ્રદેશમાંથી પસાર થતા વવાય છે અને અગ્નિશમાં એને રાજા તરીકે જ ઉલ્લેખે છે તેથી આ પ્રદેશના પણ એ જ રાજા હેાવાનું અભિપ્રેત હાય એ શકયતા છે. રાજકીર્તિ(ગુ.) તા સુગ્રામને પાટલિપુર પાસેનું જ ગામડું કહે છે તેથી એને જિતશત્રુ જ એના રાજ અભિપ્રેત જણાય છે. પરંતુ ખે ગુજરાતી કવિએ જુદાં રાજવીનામા આપે છે – વિનયસમુદ્ર લક્ષ્મીનિવાસના રાજા ભીમ છે એમ કહે છે ને સમયપ્રમાદ *સાઢ દેશના રાન મકરંદરાય છે એમ કહે છે. જો આમ હેાય તા પછીથી પાટલિપુરના રાજા જિતશત્રુ સૈન્ય લઈને આ પ્રદેશમાંથી નિર્બાધપણે કેવી રીતે પસાર થઈ શકે એ વિચાર આ ગુજરાતી કવિઓને આવ્યેા જણાતા નથી.
બ્રાહ્મણનું નામ અગ્નિશમાં આખી પરંપરામાં સમાન છે. એની પ્રથમ પત્નીનું નામ વલશિખા કે અગ્નિશિખા પણ લગભગ સર્વત્ર છે. એક માત્ર
Jain Education International
૨૬. એ એક નામના કવિએ છે ત્યાં કૌસમાં (સ'.), (ગુ.) એમ નિર્દેશ કરીને
ુદા પાડયા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org