________________
૩૨ : આરામશાલા રાસમાળા
દેવના દેખાવનુંયે નહીં. નોંધપાત્ર લાગે એટલેા આ રસ કવિએ વનમાં લીધેા છે.
કવિની શૈલીમાં આલ કારિકતા ઓછી છે, તેમ છતાં આગલી કથાપર પરાથી જુદી પડતી કેટલીક ઉપમાઓ અહીં જોવા મળે છેઃ રાજારાણીને જોવા માટેની નગરલેકની ઉત્સુકતાને ઊમટતા વાદળ માટેની દેડકાની ઉત્સુકતા સાથે કવિ સરખાવે છે (૭૨); અપરમા અસાસ કરે છે કે જેમ રાખમાં નાખેલું ઘી નકામું જાય તેમ મારા પ્રયત્ન નકામેા ગયા (૧૧૨); કૃત્રિમ વિલાપ કરતાં એ કહે છે કે પાણી વિના વેલ સુકાઈ જાય તેમ મારા મનેારથ બધા વિલાઈ ગયા (૧૪૫); કૃત્રિમ આરામરાભાને જોઈ રાજાને દુઃખ થાય છે – જેમ વરસાદ થતાં જવાસાને (૧૫૬). પ્રસંગેાચિત આવા અલંકારપ્રયાગા પ્રાસાદિક કૃતિને રસવત્ બનાવે છે.
અકબરની વાત આવતાં 'દીન'(=ધર્મ), હતRs', ‘રાજ' એ ફારસી ને કીની' એ હિંદી શબ્દના પ્રયાગ થયા છે (૨૬૮-૬૯) તે ઉપરાંત ‘મિહિર’ (=મહેર, ૧૨૨) તથા સામાન્ય રીતે અાણ્યા ‘પેસ' (=શ્રમ, ૬૩) જેવા ફારસી શબ્દ પણ અહીં જોવા મળે છે તે એ ભાષા સાથેના વિના પરિચય બતાવે છે, ભલે એની વિશેષ છાયા અહીં પડી ન હેાય.
કથાકથન અને કવિત્વના કાઈ વિશિષ્ટ ઉન્મેષા ન હોવા છતાં પ્રવાહિતા, પ્રાસાદિકતા અને સુગેય પદ્યબાની દૃષ્ટિએ આ કૃતિને વીસરી શકાય તેમ નથી. પૂજાઋષિવિરચિત આરામરોાભાચરિત્ર (ર.ઈ.૧૫૯૬)
આ કૃતિ આ પૂર્વે પ્રકાશિત થયેલી છે.૧૯ પરંતુ અહીં મૂળ હસ્તપ્રત પરથી જ ફરીને સંપાદન કરવામાં આવ્યું છે.
કવિ વડતપગચ્છની નાગારી શાખા એટલેકે પાશ્વ ચન્દ્રગચ્છના જૈન સાધુ છે. એમની ગુરુપરંપરા કૃતિમાં આ પ્રમાણે મળે છેઃ સાધુરત્ન-પા ચન્દ્રસૂરિસમરચદ્રસૂરિ–રાજચંદ્રસૂરિ–હુ સચદ્રવાચક-પૂજઋષિ. (જોકે હુંસચંદ્ર રાજ ચંદ્રના શિષ્ય હાવાનું સ્પષ્ટ કહ્યું નથી.) આરામશાભા-ચરિત્ર'ના પ્રસ્તાવનાલેખક લાલચંદ્ર ગાંધીએ આ અને મહાતપસ્વી પૂનઋષિ, જેમને વિશે સમયસુંદરે રાસ રચ્યા છે તેમને એક માનેલા તથા બન્નેની હકીકતા જુદી પડતી હાઈ સમયસુંદરના પૂજાઋષિરાસ'ની માહિતીને અધિકૃત ગણેલી.૨૦ પરંતુ આ
૧૯. આરામશેાભા-ચરિત્ર, ૧૯૬૮, પ્રા. શ્રી જૈન હઠીસિંહુ સરસ્વતી સભા અમદાવાદ.
૨૦. એજન, પ્રસ્તા. પૃ.૯–૧૩. એ મતના પરિહાર માટે જુએ જૈન રાસ સંગ્રહ, પ્રથમ ભાગ, સપા, સાગરચન્દ્રજી મહારાજ, ૧૯૩૦, પ્રસ્તા. પૃ.૧૬-૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org