________________
૩૦ : આરામશોભા રાસમાળા
રડઈ, થડઈ જલઈ માછી તડફડઈ” (૧૩૪) જેવી રૂઢક્તિઓ અને ઉપમાઓ એનાં ઉદાહરણ છે. લગ્નવિધિને વર્ણનમાં પણ એ તળપદા જીવનનો રંગ છે.
એકંદરે વિનયસમુદ્રની કૃતિ એક પરંપરાગત કૃતિ બની રહે છે. સમયઅમેદવિરચિત આરામશોભાએ પાઈ (ર.ઈ.૧૫૯૫)
આ કૃતિ અહીં પહેલી વાર પ્રકાશિત થાય છે.
કવિ ખરતરગચ્છના જૈન સાધુ છે. એમની ગુરુપરંપરા કૃતિમાં આ પ્રમાણે મળે છેઃ જિનચંદ્રસૂરિ-જ્ઞાનવિલાસ-સમયપ્રમોદ. કવિની એક અન્ય કૃતિ જિનચન્દ્રસૂરિનિર્વાણુરાસ” પ્રકાશિત થયેલ છે અને બીજી બે કૃતિઓ એમને નામે સેંધાયેલી છેસાલમકુવક પર ટર્બો રસ.૧૬૬૧, ચઉપવી ચોપાઈ ર.સં.૧૬૭૩.૮ | કૃતિના રચના સંવતને કેયડે છે. કે પ્રતને પાઠ “પુડવી (૧) બાણ (૫) રિતુ (૬) રસ (૬)”૧૫૬૬ આપે, જે કવિના સમય સાથે સંગત નથી. કૃતિ જિનચંદ્રસૂરિના રાજ્યકાળ (સં.૧૬ ૧૨-૧૯૭૦)માં, એમને અકબરે યુગપ્રધાનપદ આપ્યું (સં.૧૬૪૯) તે પછી રચાયેલી છે. કૃતિમાં રાયસિંહના રાજ્યકાળને ઉલ્લેખ છે, જે “જૈન ગૂર્જર કવિઓના જણાવ્યા મુજબ સં.૧ર૯થી ૧૯૬૭ છે. એટલે કૃતિ સં.૧૬૪૯થી ૧૬૬૭ વચ્ચે જ રચાયેલી ગણાય. ખ પ્રતને પાઠ “પુછવી બાણ સસી રસ” છે એનું અથઘટન ૧૫૧૬, ૧૫૬૧, ૧૬૧૫ અને ૧૬૫૧ થઈ શકે, જેમાંથી ૧૬૫૧ (ઈ.૧૫૯૫) આપણે સ્વીકારી શકીએ. આમ કરતાં, પહેલાં કેટલા બે શબ્દો “સસી રસને સીધી ગતિએ અને પછી પહેલા બે શબ્દ “પુલવી બાણ”ને વામગતિએ વાંચવાના થાય છે પણ એને કઈ ઉપાય નથી, સિવાય કે આપણે “પુહી બાણ રસ સસી” એમ પાઠ સુધારીએ અને બધા શબ્દ વામગતિએ વાંચીએ. કૃતિ બિકાનેરમાં રચાયેલી છે.
કતિ ર૭૪ કડીની છે. તેમાં એક સંસ્કૃત શ્લોક અને એક ગુજરાતી ગાથાનો સમાવેશ થાય છે. ખ પ્રતમાં એક વધુ ગુજરાતી ગાથા ઉદ્ધત થયેલ છે. કૃતિ ૧૮ ઢાળમાં વહેંચાયેલી છે ને વચ્ચે કયાંક દુહા પણ ગૂંથાયા છે. દરેક ઢાળને આરંભે એના દેશીબંધ કે રાગ કે બન્નેને નિર્દેશ છે. સાતમી ઢાળમાં છસાત ચરણ સુધી વિસ્તરતો દેશબંધ વપરાયો છે, જેની વિશિષ્ટ
૧૭. જૈનયુગ પુ.૪ અં.૧ પૃ.૬૩-૬૬ તથા એતિહાસિક જૈન કાવ્યસંગ્રહ, સંપા. અગરચંદ નાહટી, ૧૯૬૯, પૃ.૭૯-૮૬.
૧૮. જૈન ગૂર્જર કવિઓ, બીજી આવૃત્તિ, બા.૨, ૧૯૮૭, પૃ.૨૭૨–૭૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org