________________
ભૂમિકા : ૩૩
બે મુનિઓની ગુરુપરંપરા અને સમય સ્પષ્ટ રીતે જુદાં પડે છે. તેથી “આરામશોભા-ચરિત્રના કર્તા પૂજાઋષિને આ જ ગ૭ના વિમલચંદ્રશિષ્ય મહાતપસ્વી પૂજઋષિથી જદા જ માનવા જોઈએ. આ કવિની ૨.સં.૧૬૫૮ની બ્રહ્મદત્ત ચક્રવતી રાસ” નામે અન્ય એક કૃતિ નોંધાયેલી મળે છે. આ કવિ સં.૧૯૩૭માં હયાત હોવાની માહિતી મળે છે. ૨૨
આ કૃતિ સં.૧૬પર (ઈ.૧૫૯૬) આસો સુદ ૧૫ ને બુધવારે પાટણમાં રચાયેલી છે. આ એક જ કવિએ કૃતિને ચાર ખંડમાં વહેંચી છે. ઉદ્ધત સુભાષિતાદિ સમેત કૃતિની કુલ કડી સંખ્યા ૩૩૬ થાય છે. કૃતિ મુખ્યત્વે દુહાચોપાઈબદ્ધ છે પરંતુ ચાર વખત દેશીબંધ વપરાયેલ છે અને ૫ સંસ્કૃત શ્લોક (અનુષ્ટ્રપ), ૧ કાવ્યમ્ (શા દૂલવિક્રીડિત), ૧ આર્યા અને ૪ ગાથાઓ સમાવિષ્ટ છે.
ચાર વાર દેશીબંધ વપરાયેલ છે તેમાંથી એક(૪૫થી ૫૦)માં વૃક્ષયાદીપૂર્વકનું વનવન છે, બીજા(૧૭૬થી ૧૮૪)માં કૃત્રિમ આરામશોભાને જોતાં રાજાને લાગેલા આઘાતનું નિરૂપણ છે, ત્રીજા (૧૯થી ૨૧૩)માં આરામશોભા પુત્રને રમાડવા જાય છે તે આખો પ્રસંગ કહેવાય છે અને ચોથા(૫૯થી ૨૬૯)માં પતિત્યક્તા કુલધરકન્યાના વિલાપનું વર્ણન છે. આમ એક વખત કેવળ વૃત્તાન્ત માટે અને ત્રણ વખત વર્ણન-ભાવનિરૂપણ માટે કવિએ દેશબંધને ઉગ કર્યો છે.
કવિ પરંપરાગત આરામશોભાકથાને અનુસરે છે. દેવચંદ્રસૂરિની મૂળ કથા એમની સામે હાથ એમ પણ જણાય છે. પરંતુ કથાવસ્તુમાં અહીંતહીં નાનકડાં ઉમેર-ફેરફારે નજરે ચડે છેઃ
(૧) અગ્નિશર્મા માટે અહીં “શી” શબ્દ વાપરવામાં આવ્યો છે (૧૦૩), એ “બ્રાહ્મણના પર્યાય રૂપે જ હોય એમ સમજાય છે.
(૨) આરામશોભા પર કરેલું કપટ અપરમાતા અને તેની પુત્રી બે જ જાણે છે એ સ્પષ્ટ ઉલેખ કવિ કરે છે (૧૬૧), જેકે અગ્નિશર્મા અજાણ કેમ રહી શકે તેનો કોઈ ખુલાસો નથી.
૨૧. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રત સૂચી, સં. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી, ૧૯૭૮, પૃ.૬૩૯. ૨.સં. હસ્તપ્રતમાંથી મેળવેલ છે.
૨૨. જૈન ગૂર્જર કવિઓ, બીજી આવૃત્તિ, ભા. ૧, ૧૯૮૬. પૃ.૩૬૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org