________________
ભૂમિકા ૩૫ છે ને એમાં પૂર્વ ભવનાં પાપોનું સંવેદન ગૂંચ્યું છે. એને આત્મહત્યાના વિચાર સુધી જતી બતાવીને એના દુઃખને તીવ્રતા અપી છે (૨૫૯-૬૮). પણ આ કાવ્યમાં કવિએ ભાવનિરૂપણની એક નવી જ તક લીધી છે. કૃત્રિમ રાણીને જોઈને રાજને થયેલે આઘાત અને આરામશોભાથી થયેલા વિરહનું દુઃખ કવિ તીવ્રતાથી વર્ણવે છે – એનું આ ધ્યાન, એની મૂછ, એનો રોષ, એને અન્નનિદ્રાત્યાગ. મંત્રી અને નવકારમંત્રનું સ્મરણ કરવાને ઉપદેશ આપી આશ્વસ્ત કરે છે (૧૭-૮૪). રાજાના ચરિત્રચિત્રણને આથી જુદે ઉઠાવ મળે છે, જોકે કવિએ આ પ્રસંગ સિવાય રાજાની ઉત્કટ આસક્તિને નિર્દેશ કરવાની તક લીધી નથી.
આ કૃતિની એક બીજી લાક્ષણિકતા તે એમાં સુભાષિતાને થયેલો ઉપયોગ છે. ૧૩ જેટલાં સુભાષિતો અહીં આપણને મળે છે. બહુધા એ સંસ્કૃત-પ્રાકૃત સુભાષિત છે. એ અન્યત્રથી જ ઉદ્ભૂત થયાં હશે. ઉદ્ધરણનો શોખ કવિને એટલે બધો છે કે વિદ્યુત્રભાનું સૌન્દર્યવર્ણન તો એ સંસ્કૃત શ્લોકથી કરે છે પણ કુલધરપુત્રીઓનાં નામો પણ એ સંસ્કૃત શ્લોકમાં જ આપે છે. રૂઢક્તિએ અને લોકભાષાના પ્રયોગો તરફ પણ કવિનું વલણ જણાય છે. - તત્કાલીન સામાજિક રંગની દષ્ટિએ પૂજાઋષિની કૃતિ છેડીક નોંધપાત્ર બને છે. રાજસિંહવિરચિત આરામશોભાચરિત્ર (ર.ઈ.૧૬૩૧)
આ કૃતિ અહીં પહેલી વાર પ્રકાશિત થાય છે.
કવિ ખરતરગચ્છની જિનભદ્રસૂરિશાખાને જૈન સાધુ છે. એમની ગુરુપરંપરાકૃતિમાં વાચક નારંગ-વાચક વિમલવિનય-રાજસિંહ એ પ્રમાણે ઉલેખાયેલી છે. ગચ્છનાયક જિનરાજસૂરિ છે. કવિની અન્ય એક કૃતિ સેંધાયેલી છે. વિદ્યાવિલાસ રાસ અથવા વિનયચટ રાસ, ૨.સં.૧૬૭૯.૨૩
આ કૃતિ બાહડમેરમાં સં.૧૯૮૭(ઈ.૧૬૩૧) જેઠ સુદ ૯ના રોજ રચાયેલી છે. દુહાદેશીબદ્ધ આ કૃતિ ૨૭ ઢાળમાં રચાયેલી છે ને તેની કુલ કીસંખ્યા ૪૪ર થાય છે. એક ઢાળ સિવાય બધે જ દેશબંધનો નિર્દેશ છે અને કોઈ પણ દેશીબંધનો બે વાર ઉલેખ નથી એ કૃતિનું ઢાળવૈવિધ્ય બતાવે છે. બે વાર મલ્હાર રાગ નિદેશ છે તે સિવાય રાગને નિર્દેશ નથી. યુવાબંધેનું પણ ખાસું વૈવિધ્ય કૃતિમાં નજરે પડે છે, આખી કડી ધુવા તરીકે પ્રયોજાય છે (જેમકે ઢાળ ૨) અને દરેક પંક્તિના પાછલા અંશને પુનરાવર્તનથી સધાતી
૨૩. જૈન ગૂર્જર કવિઓ, બીજી આવૃત્તિ, ભા.૩, ૧૮૭, પૃ.૨૭-૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org