________________
ભૂમિકા : ર૯
ઊઠશે ત્યારે વિદ્યુ—ભા હજુ આગ્રહપૂર્વક કહે છે કે જેવી આવે તેવી પણ તમે જલદી સ્ત્રી લાવો. (૨૬–૩૧) પૂર્વભવકથામાં કુલધર-કુલનંદા પુત્ર ઇચછતાં હતાં અને આઠમી પુત્રી જન્મી એવી વીગત કવિએ ઉમેરી છે તેથી આઠમી પુત્રી પ્રત્યેના અણગમાને એક નક્કર ભૂમિકા મળે છે. ઝેરના લાડવા અમૃતના કરી નાખતી વખતે નાગદેવ થેડુંક આત્મચિંતન કરે છે (૧૧૬–૧૮), નંદન પિતાનું વૃત્તાંત વિગતે કહે છે (૨૬-૧૧) અને કુલધર-નંદન વચ્ચેનો નિર્વાહખર્ચ વિશે સંવાદ ખાઓ ચાલે છે (૨૧૪–૧૬) તે પણ મોકળાશથી કથા કહેવાનાં દષ્ટતા છે.
* પરંતુ જિતશત્રુ વિદ્યુપ્રભાથી આકર્ષાય છે તે પછીના વિદ્યુપ્રભા-રાજા-- પ્રધાન-અગ્નિશર્માના સંવાદે ટૂંકમાં અને ઝડપથી ચાલે છે અને વૃત્તાંતકથનને અભાવે આપણે એ સંવાદોથી જ ઘટનાની કડીઓ મેળવી લેવાની રહે છે (૮૫–૮૭). રાજા લાડુની માટલી રાણીને આપવાનું કહે છે પછી અગ્નિશર્મા પોતાની પુત્રી પાસે ગયો એમ કહેવાની કવિને જરૂર લાગતી નથી, સીધો બેટી સાથેનો સંવાદ જ કવિ મૂકે છે (૧૨૧) તેમ નાગદેવે સવાર પહેલાં આવી જવાની શરત મૂકી ન હોય ત્યાં જ આરામશોભા એમ કરવાની ખાત્રી આપતી હેય એવું નિરૂપણ કવિથી થઈ ગયું છે (૧૮૦-૮૪). પુત્રીને સંતાડવાની બાબત કેવી ગરબડ ભરેલી રીતે મુકાઈ છે તે આપણે આગળ જોઈ ગયા છીએ. આ બધું બતાવે છે કે સ્પષ્ટ, સુસંગત, એકધારું વીગતભયુ કથાલેખન કરવું એ કવિની નેમ નથી. કથા પરિચિત હોવાને લાભ લઈને એ, પિતાને સૂઝે ત્યાં વિસ્તાર કરી નાખે છે, સૂઝે ત્યાં સંક્ષેપ કરી નાખે છે. 1 ચરિત્રાલેખન તથા મનોભાવચિત્રણની દષ્ટિએ નૂતન અંશે આ કૃતિમાં લગભગ નથી. અપરમામાં અહીં ચારિત્ર્યભ્રષ્ટતાનું લક્ષણ આપાયું છે (“પરનર રમિલાની મતિ” – ૩૨) ને અપરમાને પનારે પડેલી વિદ્યુપ્રભાનો આત્મસંતાપ - પિતાની ભૂલનો એકરાર – તીવ્રતાથી વ્યક્ત થયો છે (૩૬-૪૦).
વર્ણને કાં તો કવિએ જતાં કર્યા છે – પડાવ, વાસભવન, છત્રત્રય વગેરેનાં, અથવા પરંપરાગત છે – લક્ષ્મીનિવાસ ગામનું, લગ્નવિધિનું વગેરે. વિદ્યુપ્રભાના અંગસૌદર્યના વર્ણનમાં આમ તો રૂઢ અલંકારોની ગૂંથણી છે, પણ મગફળી, . જેવી આંગળીની તળપદી ઉપમા આવે છે!
આ તળપદો અંશ આ કવિની ખાસિયત જણાય છે. “ઉતાવલા તિ, બાવલા” (૪૦), “ધડલાન ફેડઈ ઠીકરી” (૧૧૭) “જેતઉ ધવલઉ તેતઉ દૂધ (૧૨૮) જેવી કહેવતો, “મુસા ઉપર માં રિ” (૧ર૭), “ફાલભ્રષ્ટ વાનર જિમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org