________________
૨૬ : આરામશોભા રાસમાળા પાટલિપુત્ર નગરનું વર્ણન છે. એ અને ગોમતીના સૌન્દર્યનું વર્ણન બને પરંપરાગત લક્ષણસુચિનો આશ્રય લે છે.
આ પહેલી ગુજરાતી કૃતિ કથાકથન કે કવિત્વની દષ્ટિએ પ્રભાવ ન પાડતી હોવા છતાં પોતાની કેટલીક વિલક્ષણતાઓ ધરાવે છે અને એથી નોંધપાત્ર
વિનયસમુકવાચકવિરચિત આરામભાચોપાઈ (ર.ઈ.૧પ૨૭)
આ કૃતિ આ પૂર્વે પ્રકાશિત થઈ છે!૫ પરંતુ એમાં ઘણા પાઠદેષ રહી ગયા છે, તે ઉપરાંત અહીં પ્રકાશિત વાચનામાં એક અન્ય પ્રતની મદદ મળેલી છે.
કવિ ઉપકેશગચ્છના જૈન સાધુ છે. એમની ગુરુપરંપરા કૃતિમાં આ પ્રમાણે મળે છે : રત્નપ્રભસૂરિ–સિદ્ધસૂરિ-વર્ષ સમુદ્ર-વિનયસમુદ્ર. કવિની અન્ય કૃતિઓમાં સિદ્ધસૂરિ-કક્કસૂરિ-હર્ષ સમુદ્ર એવી ગુરુપરંપરા પણ મળે છે. કવિની અન્ય કઈ કૃતિ પ્રકાશિત નથી, પરંતુ એમને નામે આ પ્રમાણે કૃતિઓ નોંધાયેલી મળે છે. અંબર ચોપાઈ ૨.સં.૧૫૯૯, મૃગાવતી ચોપાઈ ૨.સં.૧૬૦૨, પદ્મચરિત્ર અથવા સીતાણતી ચોપાઈ ૨.સં.૧૬ ૦૪, ચિત્રસેન પદ્માવતી રાસ ૨.સં.૧૯૦૪, રોહિણેય ચોર મુનિ રાસ ર.સં.૧૯૦૫, ચંદનબાળા રાસ.૬
કૃતિ ૮૩ના વર્ષમાં માગશર માસમાં રચાયેલી હેવાને નિદેશ છે, તે કવિની અન્ય કૃતિઓના રચના સંવત અને કૃતિની પ્રતાના લેખનસંવતને લક્ષમાં લેતાં સં૧૫૮૩ (ઈ.૧૫ર૭) હેવાનું નિશ્ચિત થાય છે. એ રીતે કવિની પ્રાપ્ત કૃતિઓમાં આ સૌથી પહેલી કૃતિ ઠરે. એની રચના બિકાનેરમાં થયેલી છે. કૃતિ ૨૪૮ કડીમાં રચાયેલી છે તે મુખ્યત્વે દુહા-ચોપાઈબદ્ધ છે. પાંચ કડીમાં વસ્તુ છંદ વપરાયો છે (કડી ૯૮-૯૯, ૨૨-૧૪) અને ત્રણ વાર દેશીબંધ વપરાયેલ છે (કડી ૮૮–૯૭, ૧૫૩–૭૧, ૨૧૫-૨૦).
ત્રણે દેશબંધ અનુક્રમે વિવાહલો, ભાસ અને હાલ તરીકે ઓળખાવાયા છે. ઢાલને નામે ઓળખાવાયેલે દેશીબંધ છે ચરણ સુધી વિસ્તરે છે અને બેવડી પ્રાસવ્યવસ્થા અપેક્ષિત કરે છે તેથી નોંધપાત્ર બને છે. પહેલો દેશબંધ પ્રસંગાનુરૂપ છે, કેમકે એમાં લગ્નવિધિનું જ વર્ણન છે. બીજા બે દેશીબંધમાં એવી સપ્રયોજનતા બતાવી શકાય તેમ નથી. ભાસમાં અપરમાના કૃત્રિમ વિલાપને ભાવમય અંશ છે ને આરામશોભાના દેહવિકારને સૌને સંતાપ
૧૫. સંપા. નવીનચંદ્ર એન. શાહ, સ્વાધ્યાય પુ.૧૫ અંદરથી ૪. ૧૬. જૈન ગૂર્જર કવિઓ, બીજી આવૃત્તિ, ભા.૧, ૧૯૮૬, પૃ.૨૮૦-૮૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org