________________
૨૪ : આરામશોભા રાસમાળા
૮. પૂર્વભવનું વૃત્તાંત સાંભળી રાજારાણ ધમ આદરે છે એટલું જ અહીં કહેવાયું છે એટલે કે એમણે દીક્ષા લીધાની વાત અહીં નથી.
૯. પરંપરામાં આ કથા જિનભક્તિ-ગુરુસેવાના દષ્ટાન્ત રૂપે છે. અહીં એ મુદ્દો બિલકુલ ઉપયોગમાં લેવાયો નથી. કવિ કેવળ પુણ્યના પ્રભાવની વાત કરે છે.
આરામશોભાકથાની સમગ્ર પરંપરામાં એક હકીકત પરત્વે દ્વિધા રહી છે તે અહીં ખુલ્લી રીતે વ્યક્ત થઈ છે. અપરમાતા ગોમતી સાથે ઝઘડા કરે છે ને એમ એના દુઃખભર્યા બાર વર્ષ પસાર થાય છે એમ કહ્યા પછી કવિ ગોમતી બાર વર્ષની થઈ હોવાનું જણાવે છે. ગોમતીએ આઠ વરસની ઉંમરે માતા ગુમાવી તે પછી કેટલેક સમયે અપરમાતા આવી, એની સાથે સંતાપનાં બાર વરસ વીતાવ્યાં એવું જે અભિપ્રેત હોય (માતાની હયાતીનાં આઠ વર્ષ સંતાપનાં ન જ ગણાય ને ?) તો એની ઉંમર બાર વર્ષની નહીં, પણ વીસ વર્ષની ઓછામાં ઓછી થાય. પણ આ વિશે સમગ્ર કથા પરંપરામાં સ્પષ્ટતા નથી. આ સંદર્ભમાં આ કવિએ આપેલી એક વિશેષ હકીકત નોંધવા જેવી છે. અપરમાતાએ પિતાની દીકરી બાર વરસની થઈ ત્યારે એને પરણાવવાની ચિંતા કરી અને કપટજનાઓ કરવા માંડી. બાર વરસ જાણે છેકરીઓને પરણાવવાની ઉંમર ન હોય !
આ વિષયની સર્વ સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી કૃતિઓમાં આ કૃતિ સૌથી સંક્ષિપ્ત છે. પૂર્વભવવૃત્તાંત તે માત્ર ૯ કડી રેકે છે, જેમાં વૃત્તાંતની જાડી રૂપરેખા જ રજૂ થઈ છે. કથા નહીં જાણનારને કડી સાંધવામાં અગવડ પડે એવું એ વૃત્તાંતકથન છે. મુખ્ય કથામાં પણ કવિએ કથાકથનમાં ખાસ રસ બતાવ્યો નથી, જાણે કથા પરિચિત છે એમ માનીને એ ચાલ્યા છે. પુત્રને રમાડવા આરામશોભા ત્રીજી વાર આવે છે ત્યારે રાજા જોતા રહે છે ને એ ચાલી જાય છે. અહીં એ ચાલી ગઈ એમ કહેવાયા વિના જ રાજાને કપટી રાણી સાથે વાર્તાલાપ આવી જાય છે (૧૪૮–૧૪૯), જાણે એ સંવાદ આરામશેભાની ઉપસ્થિતિમાં જ થયો ન હોય ! આરામશોભા ચાલી ગઈ એમ કહેવાયા વિના જ ૧૫૦મી કડીમાં એને ફરી આવતી બતાવાઈ છે. આ રીતે પ્રસંગથનના અંકોડા કવચિત ઢીલા રહી ગયા છે, તો પાત્રવતનેના હેતુઓ વગેરે ફુટ કરવામાં પણ કવિએ ખાસ રસ લીધે નથી. જેમકે, આરામશોભાને લાડુ મોકલવા માટે અપરમાતા પતિ પાસે કશા કારણે દર્શાવતી નથી, સીધું “આરામશોભાને મળવા જાઓ” એમ જ કહે છે. પતિ પણ કશી દલીલ કર્યા વિના લાડુ લઈને જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org