________________
૨૨ : આરામશાલા રાસમાળા
એકંદરે રાજકાર્તિની કૃતિમાં પેાતાની વિશિષ્ટ છાપ ઊભી કરે એવું ભાગ્યે જ કઈ છે.
રાજકીતિ કે કીતિવિરચિત આરામશેાભારાસ (ર.ઈ.૧૪૭૯) આ કૃતિ અહીં પહેલી વાર પ્રકાશિત થાય છે.
કૃતિના કર્તાના નામના કાયડા છે. જાણવા મળેલી બે પ્રતામાંથી ક પ્રત કર્તાનામ રાજકીર્તિ આપે છે, ત્યારે ખ પ્રત માત્ર કીર્તિ નામ આપે છે. કઈ પ્રતને અધિકૃત ગણવી? ખ પ્રત કૃતિ રચાયા પછી ૨૧ વર્ષે જ લખાયેલી છે. ક પ્રતમાં લેખનસ વત નથી પણ ડિમાત્રાના ઉપયાગ વગેરે એમ બતાવે છે કે એ પ્રત પણ ઘણી જૂની જ છે. ખ પ્રત કરતાં એ મેાડી ન પણ હાય. ખ પ્રતમાં રાજકીર્તિ'નું ‘કીર્તિ' થઈ ગયું હેાય એવા તર્ક કરી શકાય, પણ કવિની ગુરુપરંપરામાં બધાં નામ 'ચંદ્ર'અ તવાળાં છે, તા તિ' તે કીતિચન્દ્ર'નું ટૂંકું રૂપ હશે ? અન્યત્રથી આની કાઈ ચાવી મળતી નથી એટલે આ કાયડે ઉકેલી શકાય તેમ નથી.
કવિ સાધુ-પૂર્ણિમાગચ્છના જૈન સાધુ છે. એમની ગુરુપરંપરા ક પ્રતમાં આ પ્રમાણે મળે છેઃ રામચંદ્રસૂરિ-પુણ્યચદ્રસૂરિ–વિજયચંદ્રસૂરિ-વિનયચંદ્રસૂરિ. કવિ વિનયચંદ્રસૂરિના શિષ્ય છે. ખ પ્રતમાં વિનયચંદ્રસૂરિના નામેાલ્લેખવાળી કડી નથી, તેથી કવિ વિજયચન્દ્રસૂરિના શિષ્ય ઠરે. ક પ્રતમાં વિનયચન્દ્ર' તે ‘વિજયચન્દ્ર'ને સ્થાને થયેલા લેખનદોષ હાય એવા પણ વહેમ ાય એવું છે. જૈન ગૂજર કવિઓ' ભા.૩ પૃ.૨૨૪ર પર સાધુપૂર્ણિમાગચ્છની પાટપર’પરામાં રામચંદ્ર-પુણ્યચન્દ્ર-વિજયચન્દ્ર-ઉદયચંદ્ર એ પ્રમાણે મળે છે. એટલેકે વિજયચન્દ્રની પાટે વિનયચંદ્ર નથી.
કવિ વિશે વિશેષ પરિચય પ્રાપ્ય નથી તેમ એમની અન્ય કૃતિઓ પણ
જાણવા મળી નથી.
વિ.સ.૧૫૩૫ (ઈ.૧૪૭૯) આસે શુદ ૧૫ ને ગુરુવારે રચાયેલી આ કૃતિ કેટલીક સંસ્કૃત-પ્રાકૃત કૃતિ કરતાં પણ પ્રાચીન છે. ૧૮૦ કડીની આ રચના છે. એમાં મુખ્યત્વે દુહા-ચાપાઈના પદ્ય છે, પણ એ કડી (૨૨ અને ૪૯)માં વસ્તુ છંદ છે અને બે વાર (અહીં કડી ૫૦થી ૫૪ અને કડી ૮૬થી ૯૫ સુધી) દેશી ધ વપરાયેલ છે. આ પદ્યબધ્ધ કૃતિની પ્રાચીનતા સાથે
સગત છે.
કડી ૫૦થી ૫૪ના પદ્યખંધ રાગ આસાવરી (સારઠી સિંધુડા)ના નિર્દેશ ધરાવે છે. નાગદેવની કૃપા થયા પછીના ગામતીના ધન્યતાના, પ્રસન્નતાના મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org