________________
ભૂમિકા : ૨૫
પાત્રાના મનાભાવેના નિરૂપણુમાં કવિએ ઝાઝેા રસ બતાવ્યા હેાવાનું કહી શકાય તેમ નથી. તેમ છતાં આ પ્રકારનાં એકબે નવીન સ્થાનાના લાભ કવિએ લીધા છે તે ધ્યાન ખેંચ્યા વિના રહેતું નથી. વાસુકિભાઈ' સાથે નગેલા પૂર્વભવના સ્નેહના ગામતીએ દર્શાવેલા ઉમળકા આનું એક દષ્ટાંત છે. એથીયે વધારે તાજગીભર્યું ને આપણને સ્પશી જાય એવું નિરૂપણુ કવિએ પોતાની ગામ આવતી આરામશાભાના મનેાભાવાનું કયુ` છે. કવિ આરામશાભાને પાતે જ્યાં ગાય ચારતી, જ્યાં નાગે ઉદ્યાન આપ્યું એ સર્વ સ્થાને જોઈ કરીને ઘેર જતી બતાવી છે. ખીન્દ્ર કાઈ કવિએ ન નોંધેલી આ એક સ્વાભાવિક સમુચિત ભાવ-સૂચક વ તરેખા છે. લગ્ન પછી રાજરાણી નગર તરફ ાય છે ત્યારે કવિતા અને ગીતને આનંદ લેતાંલેતાં જાય છે એવું કવિ કહે છે તે પણ એ બંનેના ચિરત્રમાં એક નવા રંગ ભરે છે, જોકે આ વાત અત્યંત લાધવથી, માત્ર ઉલ્લેખથી કહેવાયેલી હાઈ જલદી લક્ષમાં આવે એવી નથી.
-
આવી સંક્ષિપ્ત કૃતિમાં કવિને વર્ણના માટે ઝાઝા અવકાશ ન રહે એમ આપણે માનીએ. પણ અહીં પરિસ્થિતિ થાડી વિલક્ષણ નીપજી આવી છે. એક બાજુથી કવિએ પરંપરામાં મળતાં વર્ણનાના ઉપયાગ કર્યાં નથી – અહીં સૈન્યના પડાવનું, વાસભવનનું, ત્રત્રયનું વગેરે કેટલાંક વર્ણને નથી – પણ ખીજી બાજુથી પેતાની અલગ વતપરિપાટી ઊભી કરી છે. અહીં વર્ણાનુક્રમિક વૃક્ષનામસૂચિથી થયેલું વનવર્ણન છે અને સાજસામગ્રી ને ખાદ્યપદાર્થોની વીગતાવાળુ ભાજનાત્સવનું વર્ણન છે. આ વના મધ્યકાલીન રૂઢિ અનુસારનાં છે પણ આરામશાભાની કથામાં આ વણુના પ્રયેાજનાર તા આ કવિ જ છે. રાજના નગરપ્રવેશનું વર્ણન પણ આ કવિએ વિવિધ વાદ્યોના ઉલ્લેખથી મુખ્યત્વે રચ્યું છે એ રૂઢ વણુકાની કવિની જણકારી અને એ માટેના એમના રસ બતાવે છે. આરામશાભાને મળેલા ઉદ્યાનના વર્ણનમાં વૃક્ષસૂચિ ઉપરાંત વૃક્ષાની આરોગ્યપ્રદતાના ઉલ્લેખ કરવા સુધી કવિ ગયા છે, એ ઉદ્યાનમાં એમણે વાવ-સરેાવરને સમાવેશ કર્યા છે. અને કાયલ-મારના ટહુકાથી વિરહિણી સ્ત્રીઓને વિરહ વધતા બતાવ્યા છે એ બતાવે છે કે મધ્યકાલીન વણુનરૂઢિમાં પ્રસંગ દેવા માત્ર નિમિત્તરૂપ થઈ જતા હેાય છે. ભાજનાત્સવના વનમાં, વણુ કરૂઢિ અનુસાર, સ્ત્રીઓને જ પીરસવાનું કામ કરતી બતાવી છે એને એ સમયના યથા સામાજિક ચિત્ર તરીકે સ્વીકારી શકાય કે કેમ તે શંકાસ્પદ લાગે છે. કદાચ રમણીયતાના ખ્યાલથી આ રૂઢિ ઊભી થઈ હેાય. અથવા એ દાસીવગ ના ઉપયેગ કરતી રાજદરબારી રસમ હેાય. કથાના આરંભમાં અહીં સુગ્રામનું નહીં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org